હેડીંગ વાંચીને 100 ટકા તમે ગૂંચવાઈ ગયા હશો, પણ અહીં તમે જે ઠાકરે પરિવાર વિશે વિચારી રહ્યા છો એની નહીં પણ બિગ બોસ 16ના રનર અપ શિવ ઠાકરેની ઠાકરે પરિવારની વાત થઈ રહી છે. શિવ અને અને નિમ્રત કૌર (Nimrit Kaur) અહલુવાલિયાનો સંબંધ અત્યારે સોશિયલ મીડિયા સૌથી વધુ ચર્ચાઈ રહ્યો છે.
પાર્ટીઓથી લઈને ઈવેન્ટ્સ સુધી શિવ અને નિમ્રત વચ્ચે ખાસ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ કેમેસ્ટ્રી જોયા બાદ બંનેના ચાહકો વચ્ચે સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી હતી કે નિમ્રત-શિવ (Nimrit Kaur) બંને વચ્ચે ફ્રેન્ડશિપ કરતાં પણ વધુ કંઈક રંધાઈ રહ્યું છે. પરંતુ હાલમાં જ નિમ્રત કૌરે મીડિયા સાથે વાત કરતા તેના અને શિવના સંબંધ વિશે દિલ ખોલીને વાત કરી હતી.
નિમ્રત કૌરે તાજેતરમાં જ વાતચીતમાં જણાવ્યું કે શિવ સાથે તેનો શું સંબંધ છે. નિમ્રતે કહ્યું હતું કે હું અને શિવ ખૂબ સારા મિત્રો છે. અમને ફેન્સ તરફથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે, જેના માટે અમે તેમનો દિલથી આભાર માનીએ છીએ. નિમ્રતે એવું પણ કહ્યું હતું કે હું અને શિવ માત્ર સારા મિત્રો બનવા માંગીએ છીએ એનાથી વધુ કશું જ નથી અમારા લોકો વચ્ચે.
અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બોસના ઘરમાં શિવ અને નિમ્રતે એકબીજાને ખૂબ સપોર્ટ કર્યો હતો અને આ ઘરમાંથી નિમ્રત કૌર આહલુવાલિયાની લોકપ્રિયતામાં વધારો થયો હતો. નિમ્રતની લોકપ્રિયતા અને એક્ટિંગ સ્કિલને જોઈને નિર્માતા એકતા કપૂરે નિમ્રત કૌરને લવ, સેક્સ, ધોખા ફ્રેન્ચાઈઝીના બીજા ભાગ માટે ઓફર આપી હતી.
આ સાથે થોડા સમય પહેલાં એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે નિમ્રત અને શિવ ઠાકરે એક સાથે એક મ્યુઝિક વીડિયો શૂટ કરવા જઈ રહ્યા છે પરંતુ તેના વિશે કોઈ સત્તાવાર માહિતી બંનેમાંથી કોઈ સેલેબ્સ દ્વારા આપવામાં આવી નહોતી.
ઠાકરે પરિવારની વહુરાણી બનશે આ પંજાબી કુડી?
RELATED ARTICLES