એકનાથ શિંદે ફરી ગુવાહાટીની હોટેલમાં પરત ફર્યા, વફાદારીની વાતો કરવાવાળા ભાગી ગયા- ઉદ્ધવ ઠાકરે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથળપાથવ વચ્ચે એક એક ધારાસભ્યો શિવસેનાનો સાથ છોડી રહ્યા છે. બીજી બાજુ ગુવાહાટીમાં બેઠેલા બળવાખોર નેતા એકનાથ શિંદેનું જૂથ વધુને વધુ મજબૂત થઇ રહ્યું છે. દરમિયાન એકનાથ ચાર કલાક બાદ ગુવાહાટીની હોટેલમાં પરત ફર્યા છે. એકનાથ શિંદે કામાખ્યા મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. અગાઉ એવી ખબરો હતી કે તેઓ મુંબઈ આવવા માટે ત્યાંથી રવાના થયા છે. દરમિયાન શિવસેનાના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર પાર્ટી પદાધિકારીઓની મીટિંગમાં ઇમોશનલ થયા હતા. ઉદ્ધવ ઠાકરેએ બેઠકમાં શિવસૈનિકોને કહ્યું હતું કે છેલ્લા 6-7 મહિનાથી બિમાર હતો. કેટલાક લોકોને લાગ્યું કે મારી તબિયત સારી નહીં થાય. લોકો દુઆ કરી રહ્યા હતા કે હું સાજો ન થાવ, પણ મને એવા લોકોની પરવા નથી. દેવી જગદંબાએ મને શક્તિ અને જવાબદારી સોંપી છે. અમે છેલ્લા દોઢ વર્ષથી કોરોનાથી લડી રહ્યા છે. એ પછી મને એક સર્જરીમાંથી પસાર થવું પડ્યું અને હવે આ સમસ્યા આવીને ઊભી રહી ગઇ છે. આપણે યાદ રાખવુ જોઇએ કે અલગ-અલગ સમય પર અલગ-અલગ લોકોએ આપણી સાથે કેવો વ્યવહાર કર્યો. એમણે કહ્યું હતું કે મેં સપનામાં પણ કયારેય નહોતુ વિચાર્યું કે મને આ (સીએમ) પદ મળશે. એમણે ભાવુક થઇને કહ્યું હતું કે જે લોકો કાલ સુધી કહેતા હતા કે અમે મર્યા પછી પણ શિવસેના નહીં છોડીએ, તેઓ આજે મર્યા પહેલા જ અમને છોડીને ભાગી ગયા છે. એમણે કહ્યું હતું કે ઠાકરે અને શિનસેનાના નામનો ઉપયોગ કર્યા વગર તેઓ જીતીને દેખાડે. બળવાખોર ધારાસભ્યોએ શિવસેનાને તોડવાનું કામ કર્યું છે, જેને બાળાસાહેબ ઠાકરેએ બનાવી હતી.

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.