શિવસેના કરશે દ્રૌપદી મુર્મૂનુ સમર્થન! ઉદ્ધવ બોલ્યા- આમ તો અમારે વિરોધ કરવો જોઇતો હતો પણ…

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એનડીએના રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત કરી છે. એમણે કહ્યું હતું કે ગઇ કાલે સાંસદોની બેઠકમાં કોઇએ મારા પર દબાવ નાખ્યો નથી, એ વાતની હું સ્પષ્ટતા કરવા ઇચ્છુ છું. અમારા અનેક આદિવાસી નેતાઓએ મને વિનંતી કરી કે પહેલી વાર કોઇ આદિવાસી રાષ્ટ્રપતિ બની રહ્યું છે. એટલે શિવસેનાએ તેમને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે શિવસેનાએ કયારેય આવા વિષયો પર રાજકારણ કર્યું નથી. આમ તો અમારે વિરોધ કરવો જોઇએ, પણ હું આટલા નાના મનનો નથી.
ઉદ્ધવ ઠાકરેની આ જાહેરાત પહેલા મુખ્યપ્રધન એકનાથ શિંદેએ પણ કહ્યું હતું કે અમે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે દ્રૌપદી મુર્મૂનુ સમર્થન કરીશું. અમારા તમામ વિધાનસભ્યો મોદીના માર્ગદર્શનમાં તેમને વોટ આપશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.