Homeઆમચી મુંબઈValentine Dayનાદિવસે થશે શિવસેનાના "Breakup"ની સુનાવણી

Valentine Dayનાદિવસે થશે શિવસેનાના “Breakup”ની સુનાવણી

નવી દિલ્હીઃ છેલ્લાં કેટલાય સમયથી રાજ્યમાં ચાલી રહેલાં સત્તાસંઘર્ષ પર આજે દિલ્હીની સર્વોચ્ચ ન્યાયાલયમાં સુનાવણી કરવામાં આવી અને કોર્ટે આગળની તારીખ આપી છે. હવે શિવસેનાના બ્રેકઅપની આગામી સુનાવણી વેલેન્ટાઈન ડેના દિવસે કરવામાં આવશે.
સાચી શિવસેના કોની આ મુદ્દે છેલ્લાં કેટલાય મહિનાઓથી રાજ્યમાં વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટમાં શિવસેનાના ઠાકરે જુથના સાત સભ્યોની બેન્ચ પાસે આ પ્રકરણ સોંપવાની માગણી કરી હતી. ઠાકરે જુથના વકીલ કપિલ સિબ્બલે આ માગણી કરી હતી. દરમિયાન કોર્ટે તારીખ આગળ વધારતા આગામી સુનાવણી 14મી ફેબ્રુઆરીના કરવામાં આવશે, એવું જણાવ્યું હતું. હવે શિંદે જુથ અને ઠાકરે જુથ દ્વારા દાખલ કરવામાં આવેલી બધી જ યાચિકા પર સાત સદસ્ય કે પાંચ સદસ્યની બેન્ચ આ પ્રકરણ સોંપવામાં આવશે એ નક્કી કરવામાં આવશે.
14મી ફેબ્રુઆરીના સુપ્રીમ કોર્ટની ઘટનાપીઠ સમક્ષ સળંગ આ સુનાવણી કરવામાં આવશે,એવી માહિતી શિવસેનાના નેતા સંજય રાઉતે આપી હતી, એટલું જ નહીં રાઉતે એવું પણ જણાવ્યું હતું કે વેલેન્ટાઈન ડેના દિવસે આ સુનાવણી થવાની હોઈ બધું જ પ્રેમથી પાર પડશે, એવું પણ તેમણે જણાવ્યું હતું.
આ પહેલાં 206માં અરુણાચલ પ્રદેશના નબામ રબિયા કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો અને એ વખતે આ કેસનો નિકાલ પાંચ ન્યાયમૂર્તિની ખંડપીઠ દ્વારા આપવામાં આવ્યો હતો. અરુણાચલ પ્રદેશન અને મહારાષ્ટ્રની સ્થિતિ અલગ હોવાને કારણે આ મુદ્દા પર વધુ ધ્યાન આપવામાં આવે એવો ઠાકરે જુથનો યુક્તિવાદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular