શિવસેનાના સાંસદ કૃપાલ તુમાને, પક્ષના અન્ય સાંસદોની ઑફિસ બહાર પોલીસ બંદોબસ્ત વધારાયો

આમચી મુંબઈ

જડબેસલાક સુરક્ષા: કેન્દ્ર સરકારે એકનાથ શિંદેના બાર સંસદ સભ્યોના જૂથને વાય કેટેગરીની સિક્યોરિટી આપી છે. એકનાથ શિંદે જૂથના નેતા રાહુલ શેવાળેના ઘર અને કાર્યાલયની બહાર સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. (અમય ખરાડે)

મુંબઈ: શિવસેનાના સાંસદો ફૂટવાની વચ્ચે શિવસેનાના સાંસદ કૃપાલ તુમાનેની ઓફિસની બહાર પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. એ જ પ્રમાણે પક્ષના અન્ય કેટલાક સાંસદોનાં ઘર તેમ જ ઓફિસ બહાર પણ બંદોબસ્ત વધારાયો છે.
શિવસેનાના અમુક સાંસદો ફૂટીને અલગ જૂથ બનાવવા માટે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મળશે એવી ચર્ચા છે. આ સાંસદોએ મુંબઈના સાંસદ રાહુલ શેવાળેને અલગ જૂથ નેતા બનાવ્યા છે. શિવસેનાના લોકસભાના એક સાંસદે દાવો કર્યો છે કે શિવસેનાના ૧૯માંથી કમસેકમ ૧૨ સાંસદ અલગ જૂથ બનાવીને સ્પીકરને મળી વિધિસર પત્ર સુપરત કરશે.
દરમિયાન નાગપુરમાં પોલીસે રામટેકના લોકસભાના સભ્ય તુમાનેની ઓફિસ બહાર સલામતી પૂરી પાડી છે. નાગપુરના પોલીસ કમિશનર અમિતેશ કુમારના આદેશથી સુરક્ષા વધારી દેવામાં આવી છે. નાગપુરના ભાંડે પ્લોટ ખાતે તુમાનેની ઓફિસ બહાર નંદનવન પોલીસ સ્ટેશનના કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. એક પોલીસ જીપ પણ તહેનાત કરાઇ છે. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પીએસઆઇ) આ બંદોબસ્તનો ઇન્ચાર્જ છે, એમ અધિકારીએ કહ્યું હતું.
એ જ રીતે નાશિક મતવિસ્તારના સાંસદ હેમંત ગોડસે સહિત અન્ય અમુક
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સોમવારે રાતે નવી દિલ્હીમાં ગયા હતા. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના દ્વારા શિંદેને ટેકો આપનારા ૧૬ વિધાનસભ્યો સામે અપાત્રતાની અરજી કરાઇ છે. જે અંગે કાનૂની વ્યૂહરચનાની સમીક્ષા શિંદેએ મંગળવારે કરી હતી. શિંદે શિવસેનાના સાંસદોના અલગ જૂથને પણ મળવાનું નિર્ધારિત હતું. (પીટીઆઇ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.