શિવસેનાને ફરી લાગશે મોટો ઝટકો! વિધાનસભ્યો બાદ હવે 14 સાંસદો પણ બળવો કરી શકે છે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે વિધાનસભ્યો બાદ હવે શિવસેનાના સાંસદો પણ બળવો કરી શકે છે.
એકનાથ શિંદેના બળવા પછી અને ઉદ્ધવ ઠાકરેના રાજીનામાના પરિણામે શિવસેના હવે રાજકીય ક્રોસરોડ પર છે. આ દરમિયાન પાર્ટીને ફરી એક મોટો ઝટકો લાગી શકે છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે શિવસેનાના સંસદીય દળમાં પણ બળવો થશે. તેમણે કહ્યું કે આ માટે રાષ્ટ્રપતિની ચુંટણીના મતદાન મતદાનની રાહ જુઓ. સૂત્રોના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 14 સાંસદ શિવસેના સામે બળવો કરી શકે છે.
ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીના દિવસે ઓછામાં ઓછા 14 સાંસદો શિવસેનાના સ્ટેન્ડથી અલગ NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપી શકે છે. આ સાથે આ સાંસદો શિવસેનાથી અલગ થવાની જાહેરાત પણ કરી શકે છે. હાલ શિવસેનાના લોકસભામાં 19 અને રાજ્યસભામાં 3 સભ્યો છે. એવું માનવામાં આવે છે કે શિવસેનાના વિધાનસભ્યોના બળવા બાદ ભાગલાની અસર લોકસભામાં જોવા મળશે. ઓછામાં ઓછા 14 સાંસદો શિવસેના સામે બળવો કરી શકે છે.
કલ્યાણથી શિવસેનાના સાંસદ અને મુખ્યપ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે કેટલાક સાંસદો સાથે શિવસેનામાં બળવો કરી શકે છે, શ્રીકાંત શિંદે પહેલેથી જ શિવસેનામાંથી પોતાના પિતાના જૂથ સાથે અલગ થઈ ચૂક્યા છે. તેમની સાથે હવે શિવસેનાના બીજા કેટલાક સાંસદ પણ આવી શકે છે. આ સિવાય યવતમાળના સાંસદ ભાવના ગવળીએ પણ બળવાખોર વિધાનસભ્યોના સમર્થનમાં ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો, ગવળીએ પોતાના પત્રમાં બળવાખોર વિધાનસભ્યોની હિંદુત્વ અંગેની ફરિયાદોનું નિવારણ કરવા જણાવ્યું હતું. સાંસદ રાજન વિચારે પણ હાલમાં શિંદે સાથે જોવા મળે છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે ટૂંક સમયમાં શિવસેનાના સંસદીય દળમાં પણ મોટો બળવો થઇ શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.