Homeટોપ ન્યૂઝપંજાબમાં ધોળા દિવસે શિવસેના નેતાની ગોળી મારીને હત્યા

પંજાબમાં ધોળા દિવસે શિવસેના નેતાની ગોળી મારીને હત્યા

પંજાબના અમૃતસરમાં શિવસેના નેતા સુધીર સૂરીને શુક્રવારે ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી હોવાની ઘટના બની છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર સૂરી ગોપાલ મંદિરની બહાર કચરાપેટીમાં ભગવાનની મૂર્તિ મળી આવી હોવાનો વિરોધ કર્યો હતો અને તેઓ મંદિરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન ત્યાં ભેગી થયેલી ભીડમાંથી કોઈએ ગોળી ધરબી હતી. તાત્કાલિક સૂરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. સમગ્ર વિસ્તાર છાવણીમાં તબદીલ થયો છે અને પોલીસે નાકાબંધી કરીને શૂટર સંદીપ સિંહની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુધીર સૂરી ગેંગસ્ટરના ટાર્ગેટ પર હતા અને તેમની પર હુમલાનું ષડયંત્ર બની રહ્યું હતું. થોડા દિવસ પહેલા ધરપકડ કરવામાં આવેલા ગેંગસ્ટરે પોલીસ પૂછપરછમાં એ વાતનો ખુલસો કર્યો હતો કે સુધીર સૂરી પર હુમલો કરવાનો હતો અને તેણે તેના માટે રેકી કરી હતી.

RELATED ARTICLES

Most Popular