મુંબઈ: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે પક્ષની વિચારધારામાં મોટો ફેરફાર આવ્યો છે. પહેલાં ભૂમિપુત્રના મુદ્દા પર આક્રમક આંદોલન કરનાર પક્ષ હવે નોકરીમેળા કરી રહ્યો છે. તેઓ થાણેમાં આયોજિત નોકરીમેળામાં બોલી રહ્યા હતા.
એક સમયે શિવસેના ભૂમિપુત્રોના અધિકારો માટે આંદોલન કરતું હતું અને હવે અમે ભૂમિપુત્રોના મુદ્દાના નિરાકરણ માટે નોકરીમેળાઓનું આયોજન કરીએ છીએ, એમ પણ તેમણે કહ્યું હતું.
હવે નવી અને મજબૂત શિવસેના તૈયાર થઈ રહી છે, કેમ કે યુવાનો તેમની સાથે આવી રહ્યા છે. ભાજપ અને એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની રાજ્યની ગદ્દાર સરકારે લોકોમાં ભાગલા પડાવવા સિવાય કશું કર્યું નથી. ગદ્દારોની સરકાર બે મહિનામાં તૂટી પડશે, એમ પણ તેમણે કહ્યું હતું.
શિવસેના બદલાઈ રહી છે, પહેલાં આંદોલન કરતાં હવે નોકરીમેળો કરીએ છીએ: આદિત્ય
RELATED ARTICLES