Homeઆમચી મુંબઈશિવસેનાએ બેઈમાની કરી, અમે તેમને રસ્તો દેખાડ્યો: ફડણવીસ

શિવસેનાએ બેઈમાની કરી, અમે તેમને રસ્તો દેખાડ્યો: ફડણવીસ

મુંબઈ: શિવસેના સાથે યુતિ તૂટ્યા બાદ ૨૦૧૯માં મહાવિકાસ આઘાડી સરકાર આવી ત્યારથી ઠાકરે સરકાર પડી ભાંગી ત્યાં સુધી ઉદ્ધવ ઠાકરે ભાજપના નિશાન પર હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આપેલા શબ્દો પાળ્યા નહીં, એવું કહીને ઉદ્ધવ ઠાકરેએ વારંવાર ભાજપને ચાબખા માર્યા હતા. આ માટે પણ અનેક આરોપ-પ્રત્યારોપ થયા હતા. જોકે હવે ફરી પાછી શિંદે જૂથ અને ભાજપની સરકાર સત્તામાં આવી છે. ત્યાર પછી પણ આક્રમક થયેલા ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહ પર આરોપ ચાલુ જ રાખ્યા છે. આના પર હવે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જવાબ આપ્યો છે. આચાર્ય પવન ત્રિપાઠીની પુસ્તિકા ‘વિચાર પુષ્પ’ના વિમોચન પ્રસંગે બોલતાં ફડણવીસે જણાવ્યું હતું.
દરમિયાન ફડણવીસે એમ પણ કહ્યું હતું કે અમિત શાહના વિચારોનાં પુષ્પ કોઇના પણ જીવનને બદલી શકવાની ક્ષમતા રાખે છે. આ પુસ્તકનું કોઇ પણ પાનું ખોલો, તમને જ્ઞાનની જરૂર પ્રાપ્તિ થશે, જે તમને પ્રેરણા પણ આપશે.
‘અમે શિવસેના સાથે યુતિ કરવા માટે તૈયાર હતા. માત્ર ચાર બેઠક માટે શિવસેનાએ યુતિ તોડી. યુતિ તોડ્યા બાદ ૧૧૮ બેઠક પર લડનારો ભાજપ એક જ દિવસમાં ૨૮૮ બેઠક પરથી લડવા માટે તૈયાર થયો, તેનું એક માત્ર કારણ છે અમિત શાહ અમારી પાછળ ઊભા છે. બે મહિના અમિત શાહ મહારાષ્ટ્રમાં આવીને રહ્યા. ચૂંટણીના પાઠ અમિત શાહે અમને ભણાવ્યા,’ એવું ફડણવીસે જણાવ્યું હતું.અમારી સાથે શિવસેનાએ જે બેઈમાની કરી હતી એને છેદ આપીને બેઈમાનોને તેમની જગ્યા દેખાડીને ફરી એક વાર બાળાસાહેબની શિવસેના અને ભાજપ એકનાથ શિંદેના નેતૃત્વમાં એકત્ર થઇ. આ સમયે પણ અમારી પાછળ અમિત શાહ મક્કમપણે ઊભા હતા, એવું પણ ફડણવીસે જણાવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular