વિપક્ષના નેતા માટે શિવસેના- એનસીપીમાં ખેંચતાણ; શિવસેનાએ મોટો દાવો કર્યો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

રાજ્યમાં સત્તા ગુમાવ્યા બાદ શિવસેનાએ હવે વિધાન પરિષદમાં વિપક્ષનું નેતૃત્વ મેળવવા માટે આંદોલન શરૂ કર્યું છે. વિધાન પરિષદમાં શિવસેનાના સૌથી વધુ 13 ધારાસભ્યો છે. તેથી પાર્ટીએ વિપક્ષના નેતા પદ માટે દાવો કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આનાથી રાજ્યની રાજનીતિ ફરી તેજ થશે.

સ્પીકર રામરાજે નિમ્બાલકરનો કાર્યકાળ 7મી જુલાઈએ પૂરો થયો. તેથી હવે વિધાન પરિષદમાં વિપક્ષના નવા નેતાની નિમણૂક કરવામાં આવશે. આ માટે શિવસેનાના ધારાસભ્યો તરફથી ડેપ્યુટી સ્પીકર નીલમ ગોરહેને એક પત્ર સોંપવામાં આવ્યો છે.

મહાવિકાસ ગઠબંધનમાં એનસીપી પાસે હાલમાં સૌથી વધુ ધારાસભ્યો હોવાથી, વિધાનસભામાં વિપક્ષનું નેતૃત્વ અજિત પવાર પાસે ગયું છે. હવે વિધાન પરિષદમાં વિપક્ષના નેતા કોણ હશે તે અંગે સૌને ઉત્સુકતા છે. શિવસેના અને એનસીપી હાલમાં આ પદ માટે સ્પર્ધામાં છે. વિધાન પરિષદમાં કુલ 78 ધારાસભ્યો છે. શિવસેના પાસે સૌથી વધુ 13 ધારાસભ્યો છે જ્યારે NCP પાસે 10 ધારાસભ્યો છે. આથી શિવસેનાએ જણાવ્યું છે કે ધારાસભ્યોની સંખ્યા પ્રમાણે વિપક્ષના નેતા બનવાનો તેમને અધિકાર છે. જોકે, સરકાર વિરુદ્ધ બોલવા માટે વિધાન પરિષદને અનુભવી નેતાની જરૂર છે. એનસીપી પાસે એકનાથ ખડસે જેવા અનુભવી નેતાઓ છે જેઓ સરકાર વિરુદ્ધ બોલી શકે છે. તેથી NCPનો આગ્રહ છે કે વિધાન પરિષદમાં વિપક્ષનું નેતૃત્વ પણ તેમને મળવું જોઈએ.

હવે એનસીપી-શિવસેનાની આ રસ્સી ખેંચમાં કોણ ફાવશે એ તો સમય જ કહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.