હાલમાં મહારાષ્ટ્રનું રાજકારણ શિતલ મ્હાત્રે વીડિયો પ્રકરણને કારણે ગરમાયેલું છે અને આ પ્રકરણે પાંચ જણની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકરણની તપાસ એસઆઈટીને સોંપવામાં આવી છે, જેમાં ધરપકડ કરાયેલાં શંકમંદ આરોપીઓ ઠાકરે જૂથના હોવાનું કહેવાઈ રહ્યું છે. હવે આ પ્રકરણમાં ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણે ઝંપલાવ્યું છે અને તેમણે આ મામલે ટીકા કરતાં કહ્યું હતું શિતલ મ્હાત્રેની બદનામી કરનારો માસ્ટર માઈન્ડ કલાનગરમાં છે અને તે માતોશ્રીમાં બેસેલો છે. એટલું જ નહીં અમે પણ વીડિયો મોર્ફ કરી શકીએ છીએ, એવો ઈશારો પણ રાણેએ બોલતી વખતે આપ્યો હતો.
શિવસેનાના નેતા શિતલ મ્હાત્રેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને મોર્ફ કરવામાં આવ્યો હોવાનો દાવો કરીને બદનામી માટે આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટનાના પડધા વિધાનસભામાં પણ પડ્યા હતા.
આ વીડિયોને કારણે બદનામી થઈ રહી હોવાને કારણે શિવસેનાના વિધાનસભ્યોએ વિધાનસભામાં આક્રમક વલણ અખત્યાર કર્યું હતું અને તપાસની માગણી કરી હતી. હવે આ આખા પ્રકરણની તપાસ એસઆઈટીને સોંપવામાં આવી છે.
આ જ પ્રકરણે ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ હલ્લાબોલ કરતાં ઠાકરે ફેમિલી સામે ઈશારો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શિતલ મ્હાત્રેના વીડિયો બાબતે આજે ચર્ચા કરાઈ રહી છે. મોર્ફ કરેલા વીડિયો બાબતો નવી માહિતી સામે આવી છે. માતોશ્રી નામના પેજ પરથી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે. યુવાસેનાના બે કાર્યકર્તાઓએ આ કૃત્ય કર્યું છે અને આ આખી ઘટના પાછળનો માસ્ટર માઈન્ડ કલાનગરમાં બેઠો છે.
આ પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને શિતલ મ્હાત્રેની જે બદનામી થઈ છે એનો હિસાબ આપવો પડશે. ડિનો મોરિયા સાથેના ફોટો પણ અમે મોર્ફ કરી શકીએ છીએ. અમારા પાસે પણ સારા એવા ગ્રાફિક ડિઝાઈનર છે. મ્હાત્રે નામ નથી લેતાં પણ હું લઉં છું. તપાસ કરનારા અધિકારીઓને પણ હું પુરેપુરું સમર્થન આપીશ, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
શિતલ મ્હાત્રે વીડિયો પ્રકરણઃ આ રાજકારણીને ખબર છે આ પ્રકરણનો માસ્ટરમાઈન્ડ કોણ છે?
RELATED ARTICLES