શિંઝો આબે ચીનની આંખમાં કેમ કણાની જેમ ખૂંચતા હતા, આ છે કારણ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિંઝો આબેનું નિધન થઇ ચૂક્યું છે. એમના જવાથી દુનિયાભરના દેશોએ શોક વ્યકત કર્યો છે. બીજી બાજુ ચીનમાં જશ્ન મનાવવામાં આવી રહ્યો છે.
આનું કારણ એ છે કે ચીનની નજર હંમેશા અન્ય દેશોની સીમાઓ પર હોય છે. ચીનની આ હરકતથી ભારત સહિત તમામ પાડોશી દેશ કંટાળેલા છે. એવામાં શિંઝો આબે ચીન માટે પડકાર બની ગયા હતા.

આબે ચીનની નીતિઓના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. ચીને જયારે જયારે પણ દુનિયામાં કોઇ દેશ પર પોતાનો દબદબો વધારવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે શિંઝોએ ત્યારે જાહેરમાં તેનો વિરોધ કર્યો હતો.
શિંઝો જયારે જાપાનના વડાપ્રધાન હતા ત્યારે તેમણે એવા અનેક નિર્ણયો લીધા હતા જેણે ચીનના મનસૂબા પર પાણી ફેરવી દીધુ. દુનિયાના સૌથી ચર્ચિત નેતાઓમાંથી એક શિંઝો આબેએ ક્વાડ (Quad) (જે ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રોલિયા જેવા દેશોનો ગ્રુપ છે)ની પહેલ કરી હતી.

જયારે ક્વાડની રચના થઇ ત્યારે ચીને તેનો વિરોધ કર્યો છે અને કહ્યું હતું કે આ તેમની વિરુદ્ધ ષડ્યંત્ર છે.
ક્વોડ ચીનને એટલા માટે આંખમાં કણાની જેમ ખૂંચે છે કારણ કે તેને ચીનની વિસ્તારવાદી નીતિ અને તેની ગતિવિધિઓ પર નજર રાખવા માટે બનાવવામાં આવ્યુ હતુ. આ જ સૌથી મોટું કારણ છે કે શિંઝો આબે ચીનની આંખમાં ઘણા લાંબા સમયથી કણાની જેમ ખૂંચી રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.