(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના અનુકૂળ હવામાન વચ્ચે કિંમતી ધાતુને ફરી લેવાલીનો ટેકો મળ્યો હતો. સ્થાનિક બજારમાં ૯૯૯ ટચનું શુદ્ધ સોનું દસ ગ્રામદીઠ રૂ. ૫૨,૮૯૪ના પાછલા બંધ સામે રૂ. ૫૨,૯૧૮ની સપાટીએ ખૂલ્યું હતું, જ્યારે ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૫૨,૬૮૨ના પાછલા બંધ સામે રૂ. ૫૨,૭૦૬ની સપાટીએ ખૂલ્યું હતું. સત્રને અંતે શુદ્ધ સોનું દસ ગ્રામે રૂ. ૫૯ના સુધારા સાથે રૂ. ૫૨,૯૫૩ની સપાટીએ અને સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૫૯ના સુધારા સાથે રૂ. ૫૨,૭૪૧ની સપાટીએ સ્તિર થયું હતું. જ્યારે .૯૯૯ ટચની હાજર ચાંદી એક કિલોદીઠ રૂ. ૬૨,૨૫૩ની પાછલી બંધ સપાટી સામે રૂ. ૬૧,૨૦૦ની સપાટીએ ખૂલી હતી. સત્રને અંતે ચાંદીએ કિલોદીઠ રૂ. ૬૩ના સુધારા સાથે રૂ. ૬૧,૩૨૦ની સપાટી ગુમાવી હતી.
એ નોંધવું રહ્યું કે પાછલા સત્રમાં ચાંદીમાં કિલોએ ૧૩૪૧નો કડાકો નોંધાયો હતો. કોમેક્સ પર ફેબ્રુઆરી ૨૦૨૩ ડિલિવારી વાળુ સોનુ ૦.૧૧ ટકા વધીને ૧૭૬૫ ડોલર પ્રતિઔંસની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું. આજ રીતે સ્પોટ માર્કેટમાં સોનું ૦.૧૫ ટકાની તેજી સાથે ૧,૭૬૩.૧૩ ડોલર પ્રતિઔંસની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું. ગ્લોબલ માર્કેટમા માર્ચ ૨૦૨૩ ડિલિવરી વાળી ચાંદીની કિંમત ૦.૭૮ ટકાની તેજી સાથે ૨૧.૩૩ ડોલર પ્રતિઔંસ પર ટ્રેડ થઈ રહી હતી. ઉ