Homeઆમચી મુંબઈશિંદે જૂથને પહેલો જિલ્લા પરિષદ અધ્યક્ષ મળ્યો

શિંદે જૂથને પહેલો જિલ્લા પરિષદ અધ્યક્ષ મળ્યો

પાલઘરમાં ઠાકરે જૂથનાં સૂપડાં સાફ

પાલઘર: પાલઘર જિલ્લા પરિષદમાં ઠાકરે જૂથના સૂપડાં સાફ થઇ જવાને કારણે શિંદે જૂથને પહેલો જિલ્લા પરિષદ અધ્યક્ષ મળ્યો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની બાળાસાહેબની શિવસેના અને ભાજપનો બહોળી બહુમતીથી વિજય થતાં સત્તાનશીન થયા છે. આને કારણે એમવીએને મોટો ફટકો પડ્યો છે.
બાળાસાહેબની શિવસેના પક્ષના પ્રકાશ નિકમની પાલઘર જિલ્લા પરિષદના અધ્યક્ષપદે નિમણૂક થઇ છે, જ્યારે ભાજપના પંકજ કોરેની ઉપાધ્યક્ષપદે બિનવિરોધ પસંદગી થઇ છે. શિંદે જૂથને મહારાષ્ટ્રમાં પહેલો જિલ્લા પરિષદ અધ્યક્ષ મળ્યો છે. શિવસેનાના ૨૦ પૈકી ૨૦ સભ્ય બાળાસાહેબની શિવસેના પક્ષમાં દાખલ થયા હોવાથી સત્તાંતરણ થયું હતું.

RELATED ARTICLES

Most Popular