Homeઆમચી મુંબઈશિંદે સરકારનો મોટો નિર્ણય, CAG કોરોના સમયગાળા દરમિયાન BMCની કામગીરીની તપાસ કરશે

શિંદે સરકારનો મોટો નિર્ણય, CAG કોરોના સમયગાળા દરમિયાન BMCની કામગીરીની તપાસ કરશે

મહારાષ્ટ્ર સરકારે છેલ્લા બે વર્ષમાં BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની બાબતોની તપાસ CAG (કમ્પ્ટ્રોલર અને ઑડિટર જનરલ) દ્વારા કરવાનો આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે 24 ઓગસ્ટે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય વિધાનસભામાં CAG ઓડિટની જાહેરાત કરી હતી. જોકે, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) BMCની છેલ્લા બે વર્ષની કામગીરીની તપાસ કરશે.
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ શનિવારે CAGને BMCના 12 હજાર કરોડના પ્રોજેક્ટની 28 નવેમ્બર 2019 થી 28 ફેબ્રુઆરી 2022 વચ્ચે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. તે સમયે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહા વિકાસ આઘાડી (MVA) સરકાર હતી. BMC દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતાની ફરિયાદો મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યપ્રધાન ફડણવીસે કહ્યું કે એક વખત કેગનો રિપોર્ટ આવ્યા બાદ આ મામલે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
માહિતી અનુસાર, CAG કોરોના મહામારી દરમિયાન હોસ્પિટલ સ્થાપવા સંબંધિત વિવાદિત નિર્ણયોની તપાસ કરી શકે છે. જેમાં દહિસરમાં જમીનની ખરીદી તેમજ વિક્રેતાઓ પાસેથી દવાઓ અને ઓક્સિજનની ખરીદી સહિતની બાબતોનો સમાવેશ થાય છે, જેમાં અધિકારીઓ અને રાજકારણીઓની સંડોવણી સામે આવી છે. જૂન-જુલાઈ 2021માં, BMCએ વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટ લગાવવા માટે ઓર્ડર આપ્યા હતા, જેમાં બ્લેકલિસ્ટેડ હાઈવે કન્સ્ટ્રક્શન કંપનીને પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular