નાગપુર: વિપક્ષી સભ્યોએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતાં વિધાનભવન પરિસરમાં વારકરીના વેશમાં દેખાવો કર્યા હતા.
સોમવારે અબ્દુલ સત્તાર પર ભ્રષ્ટાચારના આરોપને લઈ વિપક્ષે કરેલી ધમાલને કારણે ગૃહની કાર્યવાહી મોકૂફ રાખવી પડી હતી. તે બાબતને લઈને અબ્દુલ સત્તારને આ દેખાવોમાં નિશાન બનાવવામાં આવ્યા હતા અને બોક્યાને ખાલ્લે ગાયરાન જેવા શબ્દો વાપરવામાં આવ્યા હતા.
હાથમાં મંજીરા લઈને માથા પર ટોપીઓ પહેરીને વિપક્ષી સભ્યો આવ્યા હતા અને વારકરીના વેશમાં અભંગના તાલમાં સરકારની ટીકા કરી હતી. (પીટીઆઈ
શિંદે સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ: વિપક્ષોએ વારકરીના વેશમાં કર્યું વિરોધ પ્રદર્શન
RELATED ARTICLES