શિંદે-ફડણવીસ સરકારનો મહત્વનો નિર્ણય! ઔરંગાબાદ-ઉસ્માનાબાદના નામકરણ પ્રસ્તાવને આખરે મંજૂરી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકારની આજે ત્રીજી કેબિનેટ બેઠક થઇ હતી. કેબિનેટની આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠક બાદ સીએમ એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી હતી. સીએમ શિંદેએ શનિવારે એટલે કે 16મી જુલાઈના રોજ જણાવ્યું હતું કે ઔરંગાબાદ શહેરનું નામ છત્રપતિ સંભાજીનગર, ઉસ્માનાબાદ શહેરનું નામ ધારાશિવ કરવામાંમાં આવશે. આ ઉપરાંત નવી મુંબઈ એરપોર્ટનું નામ લોકનેતા ડી.બી.પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવશે.

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે નામ બદલવા અને નામકરણ માટેનો આ પ્રસ્તાવ વિધાનસભાના આગામી ચોમાસુ સત્રમાં મૂકવામાં આવશે અને પ્રસ્તાવ પસાર થયા બાદ તેને મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.

સીએમ શિંદેએ કહ્યું કે અગાઉની મહા વિકાસ અઘાડી સરકારે લઘુમતીમાં આવ્યા બાદ આ નિર્ણયો લીધા હતા. પરંતુ લઘુમતીમાં હોવાથી તેમની પાસે આવા નિર્ણયો લેવાની કાનૂની સત્તા નહોતી. ભવિષ્યમાં કોઈ વિવાદ ન થવો જોઈએ, તેથી આજે અમે આ નિર્ણયોને કાયદેસર રીતે આગળ વધારવા માટે નિર્ણય લીધો છે.

આ ઉપરાંત સીએમ એકનાથ શિંદેએ જાહેરાત કરી હતી કે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) વિસ્તારના વિકાસ માટે 60 હજાર કરોડનું ફંડ મંજૂર કરવામાં આવ્યું છે. સીએમ શિંદેએ કહ્યું કે કોઈપણ પ્રોજેક્ટ અટકશે નહીં. પૂરગ્રસ્ત વિસ્તારોના પંચનામાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં થયેલા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. પૂરના કારણે સર્જાયેલી કટોકટી અંગે દરરોજ માહિતી મેળવવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

 

 

1 thought on “શિંદે-ફડણવીસ સરકારનો મહત્વનો નિર્ણય! ઔરંગાબાદ-ઉસ્માનાબાદના નામકરણ પ્રસ્તાવને આખરે મંજૂરી

  1. Shiv Sena and Congresses coalition government did BJP’s work for them before Thakre resigned. The onus of changing the two cities’ name can be put on Thakre government. BJP couldn’t have asked for better! As for changing the names of cities is futile. It is an expensive undertaking. I, for one, do not favor it. Tally up all the expenses arising from these changes and you would understand what I mean. Public money is spent without achieving public good.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.