પોસ્ટરમાં ‘શિંદે જૂથે આદિત્ય ઠાકરેને ઘોડા પર ઊંધા બેસાડ્યા’ , આજે ફરી વાતાવરણ ગરમાયું

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

અત્યાર સુધી સીએમ એકનાથ શિંદે ધારાસભ્ય પોતે અને તેમના સમર્થકો સીધા ઠાકરે પરિવાર પર વ્યક્તિગત હુમલા કરવાનું ટાળતા હતા. તેઓ કહેતા હતા કે બાળાસાહેબ ઠાકરેના કારણે તેમને ઠાકરે પરિવાર માટે માન છે. પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસા સત્રના આજે છઠ્ઠા અને છેલ્લા દિવસે તેમણે એ માન્યતાનો ભૂક્કો બોલાવી દીધો હતો.
આજે શાસક પક્ષના ધારાસભ્યોએ વિધાનસભાના પગથિયાં પર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સમયે તેમણે શિવસેના અને ખાસ કરીને પૂર્વ મંત્રી અને વરલીના ધારાસભ્ય આદિત્ય ઠાકરે વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ દરમિયાન તેમના હાથમાં એક પોસ્ટર જોવા મળ્યું હતું. આના પર આદિત્ય ઠાકરેનું કાર્ટૂન જોવા મળ્યું હતું. આદિત્ય ઠાકરે ઘોડા પર ઉંધા બેઠેલા જોવા મળ્યા હતા. ઘોડાનો ચહેરો હિન્દુત્વ તરફ તીર સાથે બતાવવામાં આવ્યો હતો અને આદિત્ય ઠાકરેનો ચહેરો મહાવિકાસ આઘાડી તરફ બતાવવામાં આવ્યો હતો. પોસ્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યુવરાજ આદિત્ય ઠાકરેની દિશા હંમેશા ખોટી રહી છે. 2014માં શિવસેનાએ 151ની જીદ પકડી અને 2019માં ખુરશીના લોભમાં ગઠબંધન તોડી નાખ્યું. ‘શિવસંવાદ યાત્રા’ના નામે આખા મહારાષ્ટ્રનો પ્રવાસ કરી રહેલા આદિત્ય ઠાકરે અંગે પોસ્ટર પર જણાવવામાં આવ્યું હતું કે તેઓ ઘરે રહીને પર્યાવરણ ખાતાનું સંચાલન કરે છે. તેઓ સત્તાની બહાર થયા અને ફરીથી રાજ્યના પ્રવાસન ઉદ્યોગમાં તેજી આવી ગઇ.
આદિત્ય ઠાકરે વારંવાર પોતાના ભાષણોમાં શિંદે જૂથને પડકાર ફેંકતા હોય છે કે જો તેમનામાં હિંમત હોય તો તેઓ ફરીથી ચૂંટણી લડે. તેના જવાબમાં પોસ્ટરો અને બેનરો પર લખવામાં આવ્યું છે કે, આદિત્યને વિધાનસભ્ય બનવા સહારાની જરૂર પડી હતી અને હવે તેઓ બીજાને ચૂંટણી લવા પડકાર ફેંકે છે.
પોસ્ટર પર વધુમાં લખવામાં આવ્યું છે કે જ્યારે સામાન્ય શિવસૈનિકો ઉદ્ધવ ઠાકરેને મળવા અને તેમના વિચારો વ્યક્ત કરવા માંગતા હતા ત્યારે તેમના નિવાસસ્થાન માતોશ્રીના દરવાજા બંધ રહેતા હતા.
શિવસેના, એનસીપીના ધારાસભ્યોએ પણ વિધાનસભાના પગથિયાં પર બેસીને પોસ્ટર અને બેનરો લઈને શિંદે જૂથ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. શિંદે જૂથ અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં તેમણે કહ્યું કે, ‘ ઇડી જેની મા છે, તે સરકાર નકામી છે’, મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિની આફતની જાહેરાત કરો, ખેડૂતોની મદદની વ્યવસ્થા કરો. વિકાસના કામો અટકાવનારી સરકાર નકામી છે.
આ રીતે વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે પણ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ખેંચતાણ સ્પષ્ટ જોવા મળી હતી. જોકે, મામલો શરમજનક સ્તર પર પહોંચ્યો નહોતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.