બોલ બાંકે બિહારી લાલ કી જય! વૃંદાવન પહોંચી શિલ્પા શેટ્ટી

ફિલ્મી ફંડા

બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલા વૃંદાવનના બાંકે બિહારી મંદિર પહોંચી ગઈ છે. શિલ્પા વૃંદાવનની ગલીઓમાં લટાર મારવા નીકળી હોય એવો એક વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામમમાં શેર કર્યો છે.
તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, હું હંમેશા આ મંદિરોના દર્શન કરવાની ઈચ્છા રાખતી હતી અને મારા માટે અહીં આવવું એક સપના જેવું લાગી રહ્યું છે. પૂરી દુનિયાને છોડીને અહીં ફરવાનો અનુભવ ખૂબ જ અલગ છે. અહીં આવીને મને શાંતિ મળે છે.
શિલ્પાએ મથુરાના સાંસદ અને બોલીવૂડ એક્ટ્રેસ હેમા માલિનીનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.