શિલ્પા શેટ્ટીને નડ્યો અકસ્માત, શૂટ દરમિયાન તૂટ્યો પગ

ફિલ્મી ફંડા

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે અને ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. જોકે, આ વખતે તેણે તેના ચાહકોને ઝટકો આપ્યો છે. જી હા, ફિલ્મી કાનાફૂસી દ્વારા મળતી માહિતી અનુસાર હાલમાં શિલ્પાને શૂટિંગ દરમિયાન એક અકસ્માત નડ્યો હતો. શિલ્પાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર તસવીર શેર કરીને મજાકિયા અંદાજમાં લખ્યું હતું કે, ‘રોલ કેમરા એક્શન-બ્રેક અ લેગ’ પોસ્ટની કેપ્શનમાં તેણે આગળ લખ્યું હતું કે, આવતા છ અઠવાડિયા સુધી હવે હું આઉટ ઓફ એક્શન રહીશ, પરંતુ ટૂંક સમયમાં વધુ સ્ટ્રોંગ રીતે કમ બેક કરીશ. દુઆમાં યાદ રાખજો.

નોંધનીય છે કે ટીવી અને બોલીવૂડ બાદ શિલ્પા ઓટીટી પ્લેટફોર્મ પર રોહિત શેટ્ટી દિગ્દર્શિત ‘કોપ યુનિવર્સ’ નામની વેબસિરીઝથી ડેબ્યૂ કરશે. ઓટીટી પર પદાર્પણ કરવા શિલ્પા ખુબ જ આતુર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.