India Vs West Indies: વેસ્ટઈંડિઝ સામેની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાએ લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ધવનને કેપ્ટન અને જાડેજાને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપાઈ

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

Mumbai: વેસ્ટઈંડીઝ સામેની ટેસ્ટ સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયા તરફથી મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. શિખર ધવનને આ સિરીઝ દરમિયાન મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ઈંગ્લેન્ડમાં થનારી ટી-20 અને વનડે સિરીઝ બાદ ભારતને વેસ્ટઈંડિઝ સામે મેચ રમવાની છે.
બીસીસીઆઈ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર રોહિત શર્મા, વિરાટ કોહલી, કે. એલ. રાહુલ, ઋષભ પંત અને જસપ્રીત બુમરાહ જેવા સિનીયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે કેપ્ટનપદની જવાબદારી શિખર ધવનને સોંપવામાં આવી છે. રવિન્દ્ર જાડેજાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ, દીપક હુડ્ડા, સુર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, સંજૂ સેમસન, શાર્દુલ ઠાકુર, યુઝવેંદ્ર ચહલ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હાલમાં ફક્ત વનડે સિરીઝની ટીમની જાહેરાત કરવામાં આવી છે. T-20 સિરીઝ માટે ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે એવી માહિતી સૂત્રોએ આપી હતી. T-20 સિરીઝમાં સિનિયર ખેલાડીઓની વાપસી થઈ શકે છે, કારણ કે આ T-20 વર્લ્ડકપની તૈયારી માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ભારતની વેસ્ટઈંડિઝ ટૂરનું ટાઈમટેબલ

પહેલી વનડે- 22 જુલાઈ
બીજી વનડે- 24 જુલાઈ
ત્રીજી વનડે- 27 જુલાઈ
પહેલી T-20- 29 જુલાઈ
બીજી T-20- પહેલી ઓગસ્ટ
ત્રીજી T-20- બીજી ઓગસ્ટ
ચોથી T-20- છ ઓગસ્ટ
પાંચમી T-20- સાત ઓગસ્ટ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.