Homeફિલ્મી ફંડાશહનાઝ ગિલના બોડીગાર્ડે ચાહકોને ધક્કો માર્યો, એક્ટ્રેસે બોડીગાર્ડેને ઠપકો આપ્યો

શહનાઝ ગિલના બોડીગાર્ડે ચાહકોને ધક્કો માર્યો, એક્ટ્રેસે બોડીગાર્ડેને ઠપકો આપ્યો

બિગ બોસ 13 ફેમ અભિનેત્રી શહેનાઝ ગિલ ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે. દેશભરના ચાહકો શહનાઝને પ્રેમ કરે છે. તેને ચાહકો તરફથી જેટલો પ્રેમ મળે છે તેટલો જ વધુ પ્રેમ શહનાઝ પણ ચાહકોને આપે છે. આ વાતની ઝલક હવે બધાની સામે આવી ગઈ છે. શહનાઝ ગિલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના બોડીગાર્ડ પર ગુસ્સો કરતી જોવા મળી રહી છે. તેનું કારણ માત્ર તેના ચાહકો છે.

શહનાઝ ગિલનો એક વીડિયો ઈન્ટરનેટ પર આવ્યો છે. આમાં તે તેના બોડીગાર્ડને જોરદાર ઠપકો આપી રહી છે. હકીકતમાં એક ઇવેન્ટ પછી શહનાઝ ગીલને ભીડે ઘેરી લીધી હતી આ પછી તેના બોડીગાર્ડે ચાહકોને ધક્કો મારવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટના દુબઈની છે, જ્યાં શહનાઝ લિફ્ટ તરફ જઈ રહ્યી હતી ત્યારે તેના સુપર ઉત્સાહિત ચાહકો તેને મળવા માટે તેની તરફ દોડી આવ્યા હતા.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે શહનાઝ ગિલનો બોડીગાર્ડ લોકોને કેવી રીતે ધક્કો મારી રહ્યો છે. બોડીગાર્ડના આ વર્તન પર શહનાઝ ખૂબ ગુસ્સે થઈ જાય છે અને તેના ઠપકો આપવા માંડે છે. ગુસ્સામાં શહનાઝ બોડીગાર્ડને પૂછે છે – શું તકલીફ છે? ત્યાર બાદ શહનાઝ ચાહકો સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપે છે અને કહે છે કે ગભરાવાની જરૂર નથી. શહનાઝની આ સ્ટાઈલ જોઈને ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular