ભાઈજાનની ફિલ્મમાંથી શહેનાઝ OUT? જાણો શું છે સચ્ચાઈ

ફિલ્મી ફંડા

બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’ની શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે આ ફિલ્મને લઈને લેટેસ્ટ અપડેટ મળી છે કે શૂટિંગ શરૂ થયા પહેલા સલમાન ખાનના જીજા આયુષ શર્મા અને ઝહીર ઈકબાલ ફિલ્મમાંથી બહાર થઈ ગયા હતાં. આ ઉપરાંત ‘બિગ બોસ’ ફેમ શહેનાઝ ગીલને પણ ફિલ્મમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર શહેનાઝે સલમાનને સોશિયલ મીડિયા પર અનફોલો કરી નાંખ્યો છે.
ફિલ્મી કાનાફૂસી દ્વારા મળી રહેલી માહિતી અનુસાર શહેનાઝ હજુ પણ આ ફિલ્મનો હિસ્સો છે. કેટલાક સીન શૂટ પણ થઈ ગયા છે. ‘કભી ઈદ કભી દિવાલી’ ફિલ્મમાં શહેનાઝ રાઘવ જુયાલ સાથે જોવા મળશે. આ ઉપરાંત ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી અને સિદ્ધાર્થ નિગમ પણ સલમાનની આ ફિલ્મનો ભાગ રહેશે.
સૂત્રોએ તો એ પણ માહિતી આપી છે કે સલમાને ફિલ્મનું નામ બદલીને ‘ભાઈજાન’ રાખી દીધું છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.