પંજાબની કેટરિનાને મળ્યો પ્રેમ? આ ટીવી હોસ્ટને કરી રહી છે ડેટ

ફિલ્મી ફંડા

બિગબોસ ફેમ શહેનાઝ ગિલ ફરી એક વાર ચર્ચાનું કારણ બની છે. મળતી માહિતી અનુસાર શહેનાઝ ગિલના જીવનમાં સ્પેશિયલ વ્યક્તિની એન્ટ્રી થઈ ચૂકી છે. નોંધનીય છે કે સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ શહેનાઝ એકલી પડી ગઈ હતી, પરંતુ હવે તેના જીવનમાં સર્જાયેલા ખાલીપાને દૂર કરવા માટે તેના મનના માણિગરની એન્ટ્રી થઈ ચૂકી છે.

બધા જ જાણે છે કે બિગબોઝ 13 દરમિયાન સિદ્ધાર્થ અને શહેનાઝ એકબીજાના પ્રેમમાં પડ્યા હતાં અને તેઓ લગ્ન પણ કરવાના હતાં. જોકે, અચાનર સિદ્ધાર્થના નિધનના કારણે શહેનાઝનું જીવન વિખેરાઈ હતું. જોકે, સમાચાર મળી રહ્યા છે છે કે અભિનેત્રીને ફરી એક વાર પ્રેમ થઈ ગયો છે અને તે સ્પેશિયલ પર્સનનું નામ છે રાઘવ જુયાલ. જી હા બંને એકબીજાની નજીક આવી રહ્યા છે. કોરિયોગ્રાફર અને ટીવી હોસ્ટ રાઘવ જુયાલ સાથે શહેનાઝ ફરવા પણ ગઈ હતી. જોકે, બંનેએ હજુ સુધી જાહેરમાં પ્રેમની કબૂલાત કરી નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.