પંજાબની કેટરિના કેફ તરીકે લોકપ્રિય શહેનાઝ ગિલ દુબઈમાં આયોજિત ફિલ્મફેર ફેસ્ટિવલમાં સામેલ થઈ હતી અને ત્યાં તેને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. શહેનાઝે આ એવોર્ડ તેના દિવંગત બોયફ્રેન્ડ સિદ્ધાર્થને ડેડિકેટ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર આગવી જેમ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લાના નિધનને એક વર્ષથી વધુનો સમય થઈ ચૂક્યો છે તેમ છતાં શહેનાઝ અવારનવાર સિદ્ધાર્થને યાદ કરતી રહે છે. એવોર્ડ મળ્યા બાદ શહેનાઝે કહ્યું હતું કે, હું આ એવોર્ડ મારા પરિવાર, મિત્ર અને ટીમને સમર્પિત નહીં કરું કારણ કે આ મારી મહેનતનો છે. તું મારો છે અને મારો જ રહીશ. હું એક વ્યક્તિને થેન્કયુ કહેવા માગું છું. થેન્કયું મારા જીવનમાં આવવા માટે. તારા કારણે હું અહીં પહોચી શકી શું. સિદ્ધાર્થ શુક્લા આ તારા માટે છે.
શહેનાઝની આ સ્પીચથી ત્યાં ઉપસ્થિત લોકો પણ ભાવુક થઈ ગયા હતાં
શહેનાઝ અને સિદ્ધાર્થ બિગ બોસ 13માં સાથે જોવા મળ્યા હતાં. શો દરમિયાન તેઓ સારા ફ્રેન્ડ્સ બની ગયા હતાં. શો બાદ પણ તેઓ સાથે જોવા મળતાં હતાં. બંને રિલેશનશિપમાં હોવાની ચર્ચા પણ હતી અને તેઓ ટૂંક સમયમાં લગ્ન પણ કરવાના હતાં. બંનેએ જાહેરમાં ક્યારેય પોતાના સંબંધનો સ્વીકાર કર્યો નહોતો.