એક દિવસની પોલીસ કસ્ટડી વધારવામાં આવી
ટીવી અભિનેત્રી તુનીષા શર્માના આત્મહત્યાના કેસમાં આરોપી શીજાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. કોર્ટે શીજાનની પોલીસ કસ્ટડી વધુ એક દિવસ વધારી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસે શીઝાનની કસ્ટડી વધારવાની માગણી કરતા કહ્યું હતું કે શીજાન તુનીષાને થપ્પડ-મારપીટ પણ કરતો હતો. તુનીષાને હિજાબ પહેરવા દબાણ પણ કરતો હતો. પીડિતા યુવતી અને શીજાન ખાન આરોપી બંને જણ અલગ અલગ ધર્મના છે, તેથી તેની પૂછપરછ કરવા માટે તેની કસ્ટડી વધારવાનું જરૂરી છે. શરુઆતમાં તે પોલીસને કહેતો હતો કે તે શ્રદ્ધા અને આફતાબના કેસથી ડરી ગયો છે. થોડા દિવસ પછી તેણે કહ્યું હતું કે તુનીષાએ તેની સાથે બ્રેકઅપ ધર્મ અને બંને વચ્ચેની ઉંમર વચ્ચેના અંતરને કારણે કર્યું હતું. આ મુદ્દે પોલીસે કહ્યું હતું કે શીજાન વારંવાર નિવેદનો બદલવાની સાથે પોલીસને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે.
વાલીવ પોલીસને મળ્યો પત્ર
પોલીસને મહત્ત્વના અનેક પુરાવા મળ્યા છે, જે પૈકી તુનીષા શર્માના હાથ લખેલ પત્ર, આઈફોન મળ્યો છે અને આ પત્ર એક્સ બોયફ્રેન્ડ માટે લખ્યો હોવાનું કહેવાય છે. પત્રમાં તુનીષાએ લખ્યું છે કે તે મને સહ-અભિનેતા તરીકે પ્રાપ્ત કરીને ધન્ય છે. હાર્ટ શેપમાં લખેલા પત્રમાં શીજાન અને તુનીષાના નામ લખેલા છે. આ પત્રની સાથે ફોનમાંથી ડેટા રિસ્ટોર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, એવું પોલીસે જણાવ્યું હતું.