પ્લમ્બિંગની ટ્રેઇનિંગ આપતી ઓડિશાની એક માત્ર મહિલા શતાબ્દી સાહુ

લાડકી

સાંપ્રત-પ્રથમેશ મહેતા

એક જમાનામાં ક્રિકેટ મહિલાઓ પણ રમી શકે તેવું વિચારી પણ નહોતું શકાતું. આજે મહિલાઓ ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવે છે. કુશ્તી કે પહેલવાની મહિલાઓ કરે તેવી કલ્પના પણ મુશ્કેલ હતી. તેવી જ રીતે જાહેર પરિવહનમાં મહિલા ચાલક અથવા સુતાર કે નળકામમાં મહિલાઓની કલ્પના પણ મુશ્કેલ હતી, પણ હવે એ હકીકત છે કે મહિલાઓ ન માત્ર આ કામ કરે છે, પણ બાકાયદા બીજાને ટ્રેઇનિંગ પણ આપે છે!
ઓડિશાની ૨૭ વર્ષીય શતાબ્દી સાહુ પ્લમ્બિંગનું કામ બહુ સારી રીતે જાણે છે તેટલું જ નહીં, ઓડિશાની એક માત્ર મહિલા પ્લમ્બર ટ્રેઈનર પણ છે. વર્ષ ૨૦૧૨માં એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અને ૨૦૧૫માં બી.ટેક.ની ડિગ્રી લીધી પછી કોઈ કંપનીમાં નોકરી કરવાને બદલે શતાબ્દીએ તે કામ પસંદ કર્યું જેમાં તેની વિશેષ રૂચિ હતી. શતાબ્દી કહે છે, “હું દસમી-બારમી પાસ છોકરાઓ ને પ્લમ્બિંગની ટ્રેઇનિંગ આપું છું. જે લોકો મારી પાસે શીખવા આવે છે, તેઓ પહેલા તો આશ્ર્ચર્ય પામી જાય છે, પણ પછી ખૂબ માન આપે છે.
એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી શતાબ્દીના પિતા પોસ્ટ માસ્ટર છે અને માતા ગૃહિણી. શતાબ્દીને પેઇન્ટિંગમાં વિશેષ રસ હતો. કદાચ એ જ કારણ હતું કે તેણે સિવિલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવાનું નક્કી કર્યું. એન્જિનિયરિંગના બીજા વર્ષમાં ‘પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ’ વિષય અંતર્ગત તેણે પ્લમ્બિંગ વિષે થોડું થોડું જાણવાની શરૂઆત કરી. પછી તેની રૂચિ આ વિષયમાં વધવા માંડી. તે કહે છે કે, “પ્લમ્બિંગમાં પણ અમારે પૂરા નકશા અનુસાર ડિઝાઇન બનાવવી પડે છે. તેમાં દોરવા અથવા નકશા બનાવવાનું કામ મને ગમતું હતું. કદાચ તેને કારણે મારી આ વિષયમાં રૂચિ વધી.”
તેણે અભ્યાસ બાદ ‘ઠફયિંિ ખફક્ષફલયળયક્ષિં ફક્ષમ ઙહીળબશક્ષલ જસશહહત’નો એક ટ્રેઈનર કોર્સ પણ કર્યો. તે સમયે પણ આ ટ્રેઇનિંગમાં આવનારી તે એક માત્ર મહિલા હતી. શતાબ્દીને આ ટ્રેઇનિંગ પછી તરત સ્કિલ ઇન્ડિયામાં ટ્રેઈનરની નોકરી પણ મળી ગઈ. શતાબ્દી સ્કિલ ઇન્ડિયા તરફથી અલગ અલગ કંપનીઓમાં ટ્રેઇનિંગ પ્રોગ્રામ માટે જાય છે. અજખઅઈજ જુતયિંળત સોલ્યુશન્સ પ્રા. લિ.માં સ્કિલ ઇન્ડિયા અંતર્ગત ત્રણ મહિનાની ટ્રેઇનિંગ આપી રહી છે. તેમની કોશિશ છે કે ટ્રેઇનિંગ બાદ બધા બાળકોને યોગ્ય જગ્યાએ નોકરી પણ મળી જાય.
શતાબ્દીને પોતાના કામ પ્રત્યે ઘણો પ્રેમ છે. તેણે ક્યારેય કામને મહિલા અથવા પુરુષના કામની રીતે નથી મૂલવ્યા. પાંચ વર્ષમાં આવેલા પડકારોની વાત કરતા તે કહે છે. “ઘણીવાર અમારે ગામડાઓમાં પણ ટ્રેઇનિંગ માટે જવું પડે છે અને ગામમાં તો કોઈ કલ્પના પણ ન કરે કે શીખવવા માટે, અને તે પણ પ્લમ્બિંગ શીખવવા, કોઈ મહિલા આવવાની છે. તેને કારણે ઘણીવાર બાથરૂમ આદિ જવાની તકલીફો ભોગવવી પડે છે. એ સિવાય મને કોઈ પડકારનો સામનો કરવો નથી પડ્યો. માત્ર પુરુષ સમોવડી બનવાની વાતો નહીં, પણ પુરુષ કરે તે શારીરિક રીતે મહેનત માગતા કામમાં પણ પોતાનું કૌશલ્ય બતાવીને શતાબ્દીએ ઘણી છોકરીઓ માટે પ્રેરણા પૂરી પાડે છે જે પોતાનું મનપસંદ કામ એટલા માટે નથી કરી શકતી કે, ‘લોકો શું કહેશે?’
તમને જાણીને આનંદ થશે કે હાલમાં શતાબ્દીને ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે ઓડિશાની એક માત્ર પ્લમ્બર ટ્રેઈનરનો એવોર્ડ મળ્યો છે, પણ શતાબ્દી કહે છે કે મારું લક્ષ્ય અન્ય છોકરીઓને આવા કામમાં જોડાઈને પોતાની ક્ષમતા સાબિત કરતા કરવાનું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.