Homeઆમચી મુંબઈશશિકાંત વારિશે મર્ડર કેસ: અજિત પવારે સરકાર પર ઉઠાવ્યા સવાલ, રાજકારણ ગરમાયું

શશિકાંત વારિશે મર્ડર કેસ: અજિત પવારે સરકાર પર ઉઠાવ્યા સવાલ, રાજકારણ ગરમાયું

પત્રકાર શશિકાંત વારિશેની હત્યાને લઈને મહારાષ્ટ્ર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષ આ મુદ્દે શિંદે-ફડણવીસ સરકાર પર નિશાન સાધી રહ્યું છે. વિપક્ષના નેતા અજિત પવારે આજે ઔરંગાબાદમાં મીડિયા સાથે વાત કરતા શિંદે-ફડણવીસ સરકાર અને પોલીસ પ્રશાસન પર નિશાન સાધ્યું હતું.
અજિત પવારે કહ્યું, “કોંકણ પ્રદેશમાં જે રીતે એક પત્રકારની હત્યા કરવામાં આવી, લોકોને ખબર પડવી જોઈએ કે તેની પાછળ કોણ છે, માસ્ટરમાઇન્ડ કોણ છે. આ સરકાર, પોલીસ તંત્ર શું કરી રહ્યા છે? શું બધા સૂઈ રહ્યા છે? આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની આ કેવી સ્થિતિ? હું આ ઘટના નિંદા કરું છું. તેની તપાસ થવી જોઈએ.”
અજિત પવારે કહ્યું, “27મીથી શરૂ થનારા બજેટ સત્રમાં આ અંગે અવાજ ઉઠાવશે. આ છત્રપતિ શિવાજી મહારાજનું મહારાષ્ટ્ર છે અને જ્યારથી સરકાર સત્તામાં આવી છે મહારાષ્ટ્રમાં આવી ઘટનાઓ સતત બની રહી છે, આ સરકારની નિષ્ફળતા છે.”
શિવસેના (ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે પણ આ હત્યાકાંડ અંગે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે. આટલું જ નહીં, આંગણવાડીની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસના નિવેદનનો ઉલ્લેખ કરીને સંજય રાઉતે શશિકાંત વારિશે હત્યા કેસ અંગે સરકારની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular