તમે કરો તો લીલા ને બીજા કરે તો…? થરૂરે ભાજપ સામે તાક્યું નિશાન

222

સ્પષ્ટવક્તા એવા કોંગ્રેસના નેતા શશી થરૂરે એક યાદી ટ્વીટર પર મૂકી છે અને ભાજપ સામે પ્રહારો કર્યા છે. હાલમાં આમ આદમી પક્ષના નેતા મનીષ સિસોદીયાને ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈએ જેલભેગા કર્યા છે. અગાઉ પણ આપ સહિત લગભગ તમામ બિનભાજપી પક્ષના ઘણા નેતાઓ સામે ભ્રષ્ટાચારના કેસ ચાલે છે. થરૂરે એક એવી યાદી ટ્વીટ કરી છે જેમાં એ નેતાઓના નામ છે, જેમના પર ભૂતકાળમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ ચૂક્યા છે, પરંતુ હાલમાં તેઓ ભાજપમાં છે અને ઊંચા હોદ્દા પર પણ છે. આ સાથે થરૂરે લખ્યું છે કે
આ વાતની ચર્ચા થઈ રહી છે, તેથી જે મારી પાસે આવ્યું તેને શેર કરી રહ્યો છું. હંમેશા ન ખાઈશ, ન ખાવા દઈશના નારાને લઈને આશ્ચર્ય થાય છે. મને લાગે છે કે આ વાત માત્ર બીફને લઈને કરવામાં આવી હતી.
શશિ થરુરે જે લિસ્ટ શેર કર્યું છે, તેમાં રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેનું નામ છે. આ ઉપરાંત કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પા અને બંગાળમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીના નામ સામેલ છે. એટલું જ નહીં આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમા, લોકસભાના સાંસદ ભાવના ગવલી, શિવસેનાના નેતા યશવંત જાધવ, ધારાસભ્ય યામિની જાધવ અને ધારાસભ્ય પ્રતાપ સરનાઇક સામેલ છે. આ લિસ્ટના શીર્ષકમાં લખવામાં આવ્યું છે કે,
કાયદા સામે સૌ સમાન…?

“>

મહત્વપૂર્ણ છે કે ભાજપમાં સામેલ થયા તે પહેલાં મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષ નામની પાર્ટી ચલાવી રહેલા નારાયણ રાણે પર 300 કરોડ રુપિયાના મની લોન્ડ્રિંગના કૌભાંડનો આરોપ લાગ્યો હતો. રાણે વિરૂદ્ધ 2016માં ઈડીએ અવિધ્ન ગ્રૂપની સાથે મળીને 300 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગનો આરોપ હતો. જો કે 2017માં તેમણે કોંગ્રેસ છોડી દીધી અને પોતાની જ પાર્ટી બનાવી લીધી. જે બાદ 2019માં રાણેએ પોતાના પક્ષને ભાજપમાં સામેલ કરી અને ભગવા દળમાં સામેલ થઈ ગયા.
થરુર દ્વારા શેર કરાયેલી યાદીમાં કહેવામાં આવ્યું કે બંગાળમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી પણ નારદા સ્કેમનો મામલો રહ્યો છે. ત્યારે તેઓ ટીએમસીમાં હતા, પરંતુ થોડાં વર્ષ પહેલાં જ તેઓ ભાજપમાં આવી ગયા હતા. એટલું જ નહીં આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમા પર વોટર સપ્લાઈ સ્કેમમાં સામેલ થવાનો આરોપ ભાજપે પોતે જ લગાવ્યો હતો. મહારાષ્ટ્રમાં શિવસેનાન સાંસદ રહેલી ભાવના ગવલી હવે એકનાથ શિંદે જૂથનો ભાગ છે, જે ભાજપની સાથે સરકાર ચલાવી રહ્યાં છે. પરંતુ તેમણે પણ ઈડી દ્વારા પાંચ સમન્સ મોકલવામાં આવ્યા હતા. બીએસ યેદિયુરપ્પા પર પણ હાઉસિંગ પ્રોજેક્ટમાં લાંચ લેવાનો આરોપ લાગેલો હતો.
આ માહિતી પણ થરૂરે શેર કરી છે. જોકે આ યાદી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે થરૂરના ટ્વીટ કર્યા બાદ તે વધારે લોકોની નજરમાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!