મુંબઇ: રીંછડાની જબરી પકડ વચ્ચે એકધાારી વેચવાલીના દબાણ હેઠળ કચડાઇ રહેલું શેરબજાર સતત આઠમા સત્રમાં પીછેહઠ સાથે ચાર મહિનાને તળિયે પટકાયું છે. મંદીવાળાઓની સખત ભીંસમાં સપડાયેલા શેરબજારમાં વેચવાલી એકધારી ચાલુ રહેતા, ભારે ઊથલપાથલમાંથી પસાર થયા બાદ બેન્ચમાર્ક સતત આઠમાં સેશનમાં રેડ ઝોનમાં વધુ નીચી સપાટીએ સરક્યા હતા. પાછલા સાડાત્રણ વર્ષની આ સૌથી લાંબી પીછેહઠ છે.
જીડીપી ડેટાની જાહેરાત અગાઉના સાવચેતીના માનસ વચ્ચે માર્કેટમા વેચવાલી વધી હતી. ખાસ કરીને ઓટો અને મીડિયા શેરોમાં જોવા મળેલા સુધારા સામે મેટલ તેમજ ઓઈલ-ગેસ શેરોમાં તીવ્ર વેચવાલીથી અવરોધ સર્જાયો હતો અને શેરબજાર આ સત્રમાં પણ ઘટીને બંધ રહ્યું હતું. વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો દ્વારા કડક નાણાકીય નીતિના પગલાંનો ભય જળુંબી રહ્યો હોવાથી બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. બંને બેન્ચમાર્ક ચાર મહિનાની નીચી સપાટીએ પટકાયા હતા. દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૫૯,૪૮૩.૭૨ અને નીચામાં ૫૮,૭૯૫.૯૭ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૩૨૬.૨૩ પોઈન્ટ્સ અથવા ૦.૫૫ ટકા ગગડીને ૫૮૯૬૨.૧૨ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૪૪૦.૪૫ અને નીચામાં ૧૭,૨૫૫.૨૦ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૮૮.૭૫ પોઈન્ટ્સ અથવા ૦.૫૧ ટકાના કડાકા સાથે ૧૭૩૦૩.૯૫ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર બે ટકાના કડાકા સાથે સેન્સેક્સના શેરોમાં ટોપ લૂઝર બન્યો હતો. બેન્ચમાર્કના અન્ય લૂઝર શેરોમાં ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, આઇટીસી, એનટીપીસી, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, ટાઇટન, એક્સિસ બેન્ક અને બજાજ ફાઇનાન્સનો સમાવેશ હતો. જ્યારે મેજર ગેઇનર શેરોમાં એશિયન પેઇન્ટ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવરગ્રીડ કોર્પૌોરેશન, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ અને એચડીએફસીનો સમાવેશ હતો. સ્ટેટે બેન્ક સોશિયલ લોન માર્કેટમાં પ્રવેશીને એક અબજ ડોલરની સિન્ડિકેટેડ સોશિયલ લોન મેળવીને એશિયા પ્રશાંત વિસ્તારની સૌથી મોટી ઇએસજી લોન મેળવનારી કમર્શિઅલ બેન્ક બની છે. ઓટો પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ કંપની દિવ્ગી ટોર્ક ટ્રાન્સફરૉ મૂડીગત ખર્ચ અને મશીનરી વગેરેની ખરીદી માટે આજે બુધવારે આઈપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. આ પૂણેની કંપનીએ રૂ. ૪૧૨ કરોડના આઇપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. ૫૬૦થી રૂ. ૫૯૦ નક્કી કરી છે. ભરણું ત્રીજીમાર્ચે બંધ થશે. કંપની ૧૪ માર્ચે બીએસઇ અને એનએસઇ પર લિસ્ટિંગ મેળવશે. રિટેલ રોકાણકારે ૨૫ શેરના લઘુત્તમ માર્કેટ લોટ રૂ. ૧૪૭૫૦નું રોકાણ કરવાનું રહેશે. એનએસઇએ શેરને એફએન્ડઓ સેગમેન્ટમાં ફરી સ્થાન આપવાનું જાહેર કર્યું હોવાથી ઝી એન્ટરટેઇનમેન્ટના શેરમાં સવારના સત્રમાં અઠ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. ક્ધસલ્ટિંગ, આઉટસોર્સિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ સોલ્યુશન્સ અને સર્વિસીસમાં વ્યસ્ત જયપુર સ્થિત ઇન્ફર્મેશન ટેક્નોલોજી કંપની ટેક્નોલોજિસ લિમિટેડે ૧૪,૭૯,૬૦૦ શેરના ભરણા સાથે બીજી માર્ચે મૂજીબજારમાં પ્રવેશી રહી છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૯૧-૯૬ નક્કી થઇ છે. કુલ ૧૪,૭૯,૬૦૦ શેરોમાંથી, ૭,૦૨,૦૦૦ શેર ક્વિબ્સ ક્વોટા (એન્કર રિઝર્વેશન સહિત) માટે આરક્ષિત છે, ૨,૧૧,૨૦૦ શેર એચએનઆઇ ક્વોટા માટે આરક્ષિત રહેશે અને ૪,૯૨,૦૦૦ શેર રિટેલ ક્વોટા માટે અનામત છે, જ્યાં ૭,૪૦૦ શેર છે. લઘુત્તમ શેર લોટ ૧,૨૦૦નો છે. આ ઈસ્યુ એન્કર માટે ૧લી માર્ચ ૨૦૨૩ના રોજ અને અન્યથા ૨જી માર્ચ ૨૦૨૩ના રોજ ખૂલશે. ઈસ્યુના લીડ મેનેજર બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ છે. અંતિમ તારીખ છઠી માર્ચ છે. શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થશે.