(વાણિજ્ય પઅતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં સતત પાંચ સત્રના ધોવાણમાં સેન્સ્કસમાં લગભગ ત્રણ ટકાનો કડાકો નોંધાયો છે અને એ જ સાથે રોકાણકારોની સંપત્તિમાંથી પણ રૂ. ૭.૪૮ લાખ કરોડનું ધોવાણ થઇ ગયું છે.
એકધારી પીછેહઠમાં સેન્સેક્સ પાછલા પાંચ દિવસ દરમિયાન ૧૭૧૩.૭૧ પોઇન્ટ અથવા તો ૨.૭૯ ટકા તૂટ્યો છે. આને પરિણામે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. ૭,૪૮,૮૮૭.૦૪ કરોડનું ધોવાણ નોંધાયું છે. આ સાથે બીએસઇનું માર્કેટ કેપિટલાઇઝેશન હવે રૂ. ૨,૬૦,૮૨,૦૯૮.૫૬ કરોડના સ્તરે પહોંચ્યું છે.
ગુરુવારના સત્રમાં પણ પીછેહઠ યથાવત રહી હતી અને નરમ અંડરટોન વચ્ચે સેન્સેક્સની ૧૩ કંપનીઓ વધી અને ૧૭ કંપનીઓ ઘટી હતી. ગુરુવારના સત્રમાં એક્સચેન્જનું માર્કેટ કેપ રૂ. ૨૬૦.૮૨ લાખ કરોડ સુધી પહોંચ્યું હતું. જે બુધવારના સત્રમાં રૂ. ૨૬૧.૩૩ લાખ કરોડના સ્તરે હતું.