Homeશેરબજારઅમેરિકાની ચિંતા વચ્ચે નિફ્ટી ૧૭૦૦૦ની અંદર સરકી ગયો

અમેરિકાની ચિંતા વચ્ચે નિફ્ટી ૧૭૦૦૦ની અંદર સરકી ગયો

સેન્સેક્સ ૯૦૫ પોઇન્ટ નીચે જઇને ૫૫૪ પોઇન્ટ પાછો ફર્યો અને ૩૬૧ પોઇન્ટ નીચી સપાટીએ સ્થિર થયો
(વાણિજ્ય પ્રતિનિધિત તરફથી)
મુંબઇ: અમેરિકાના બેન્કિંગ સંકટને કારણે દુનિયાભરના શેરબજારોમાં સર્જાયેલી ભારે ઉથલપાથલનો હજુ અંત આવ્યો નથી. યુબીએસ દ્વારા એક્વિઝિશનની પ્રોસેસ શરૂ થઇ રહી હોવાના અહેવાલો છતાં ઇક્વિટી માર્કેટના સેન્ટિમેન્ટમાં કોિ સુધારો આવ્યો નહોતો. સેન્સેક્સ ૯૦૫ પોઇન્ટ નીચે જઇને ૫૫૪ પોઇન્ટ પાછો ફર્યો અને ૩૬૧ પોઇન્ટ નીચી સપાટીએ સ્થિર થયો હતો, જ્યારે નિફ્ટી ૧૭,૦૦૦ની નીચે સરકી ગયો હતો. આઇટી, ફાઇનાનન્શિયલ અન્ે બેન્ક શેરોના ધોવાણ વચ્ચે સેન્સેક્સ ૫૭,૦૮૪.૯૧ પોઇન્ટની ૯૦૦ પોઇન્ટ નીચી સપાટીને અથડાયા બાદ છેલ્લા કલાકની લેવાલીના ટેકાએ થોડો ઘટાડો પચાવીને અંતે ૩૬૦.૯૫ પોઇન્ટ અથવા તો ૦.૬૨ ટકાના ઘટાડા સાથે ૫૭,૬૨૮.૯૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૧૧૧.૬૫ પોઇન્ટ અથવા તો ૦.૬૫ ટકાના ઘટાડા સાથે ૧૭,૦૦૦ની સપાટી તોડતો ૧૬,૯૮૮.૪૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
બજારનો અંડરટોન નરમ રહ્યો હતો. સેન્સેક્સના ૩૦માંના ૨૩ અને નિફ્ટીના ૫૦માંના ૪૦ શેર નેગેટીવ ઝોનમાં ગબડ્યાં હતા. સ્થાનિક સ્તરે હાલ કોઇ મોટું ટ્રીગર મોજૂદ ના હોવાને કારણે અમેરિકાની બેન્ંિકગ કટોકટી આગળ કેવા વળાંક લે છે અને ફેડરલ રિઝર્વ કેવું વલણ અપનાવે છે તેના પર રોકાણકારોની નજર રહેશે. એકંદરે આ અઠવાડિયે પણ ભારે અફડાતફડી ચાલુ રહેવાની સંભવાના છે. સપ્તાહના પહેલા સત્રમાં શેરબજારમાં મેટલ, આઈટી, ટેકનો, ઓટો, રિયલ્ટી, ફાઈનાન્શિયલ અને બેન્ક શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, માત્ર એફએમસીજી શેરોમાં જ લેવાલી જોવા મળી હતી. અમેરિકાના બેન્ક સંકટનો રેલો આવવાની ચિંતા, એશિયાના અન્ય બજારોમાં નરમાઈ, એફઆઈઆઈની વેચવાલી, ફેડરલની બેઠક અગાઉ રોકાણકારોના સાવધ વલણને કારણે શેરબજારમાં મંદી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૧૨ ટકા અને ૦.૯૯ ટકા ઘટીને બંધ રહ્યા હતા.
સેન્સેક્સ પેકમાં સૌથી વધુ હિન્દુસ્તાન યૂનિલિવરના શેરોમાં સૌથી વધુ ૨.૪૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં આઈટીસી, કોટક મહિન્દ્રા બેન્ક, સન ફાર્મા અને નેસ્લે ઈન્ડિયાનો સમાવેશ થાય છે. બજાજ ફિનસર્વના શેરોમાં સૌથી વધુ ૪.૦૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, વિપ્રો, ટાટા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેન્ક અને એસબીઆઈનો સમાવેશ થાય છે. નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ હિન્દુસ્તાન યૂનિલિવરના શેરોમાં સૌથી વધુ ૨.૫૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. અન્ય મુખ્ય શેરોમાં બીપીસીએલ, આઈટીસી, ગ્રાસિમ અને કોટક બેન્કનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ બજાજ ફિનસર્વના શેરમાં ૪.૨૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. અન્ય મુખ્ય શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, બજાજ ફાઈનાન્સ, હિન્દાલ્કો અને ટાટા સટીલનો સમાવેશ થાય છે. પ્રાઇમરી માર્કેટમાં હલચલ ચાલુ છે. બ્રાઈટ સ્ટીલ બાર્સ અને વાયર્સની અગ્રણી મેન્યુફેક્ચરર્સ મેઇડન ફોર્જિંગ્સ લિમિટેડ ૨૩ માર્ચે જાહેર ભરણા સાથે મૂડીબજારમાં પ્રવેશ કરી રહી છે. કંપની આ આઈપીઓ દ્વારા રૂ ૨૩.૮૪ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેમાં શેર બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશેે. ફ્રેશ ઇશ્યુનું કદ ૩૭,૮૪,૦૦૦ ઇક્વિટી શેર છે. આઇપીઓમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ ઉત્પાદન સુવિધાઓના એકીકરણ અને વિસ્તરણ, કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. ઇશ્યુ ૨૭મી માર્ચે બંધ થશે. ઈશ્યુના બુક રનિંગ લીડ મેનેજર શેર ઈન્ડિયા કેપિટલ સર્વિસીસ અને રજિસ્ટ્રાર માશિતલા સિક્યોરિટીઝ છે. પ્રાઇઝ બેન્ડ રૂ. ૬૦થી રૂ. ૬૩ નક્કી થઇ છે અને માર્કેટ લોટ સાઇઝ ૨,૦૦૦ ઇક્વિટી શેરની છે.
ગ્લોબલ ઇન્વેસ્ટર્સ વૈશ્ર્વિક બેંકિંગ સિસ્ટમને કારણે સર્જાયેલા જોખમો વિશે ચિંતિત રહ્યાં છે. યુબીએસ ગ્રૂપ દ્વારા મુશ્કેલીમાં મુકાયેલી ક્રેડિટ સુઈસના ઐતિહાસિક સ્વિસ સમર્થિત એક્વિઝિશનમના અહેવાલથી રોકાણકારોને થોડી રાહત મળી હતી, પણ તે રોકાણકારોના મતે પર્યાપ્ત નથી. વૈશ્ર્વિક બજારની નજર હવે ફેડરલ પર મંડાયેલી છે. હવે બેન્કિંગ સેક્ટરમાં આવેલા ફેરફારને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બેન્ક ફુગાવા સામેની તેની લડાઈમાં કેવી રીતે આગળ વધશે તે જોવા માટે રોકાણકારો આ સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વની મીટિંગની રાહ જોશે. વ્યાપક સ્તરે એવી આશા સેવવામાં આવે છે કે ફેડરલ રિઝર્વ હવે બેન્કિંગ સેકટરના સંકટને ધ્યાનમાં રાખીને ડોવીશ સ્ટાન્સ અપનાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -