Homeશેરબજારબે સત્રની બ્રેક બાદ સેન્સેક્સ ફરી ઉછળ્યો, નિફ્ટી ૧,૪૨૦ની ઉપર, માર્કેટ કેપમાં...

બે સત્રની બ્રેક બાદ સેન્સેક્સ ફરી ઉછળ્યો, નિફ્ટી ૧,૪૨૦ની ઉપર, માર્કેટ કેપમાં ₹ ૨.૪૩ લાખ કરોડનો વધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વ સાથે યુરોપની અન્ય મધ્યસ્થ બેન્કો પણ વ્યાજદરક વધારવાના મૂડમાં હોવા સાથે વૈશ્ર્વિક અર્થતંત્રો પર મંદીના વાદળ ઘેરાવાની ભીતિ વચ્ચે ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાં જ્યારે પીછેહઠ નોંધાઇ હતી ત્યારે સ્થાનિક બજારમાં સપ્તાહના પહેલા દિવસે બે દિવસની પીછેહઠને બ્રેક મારીને સેન્સેક્સ ઊછળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ ૧૮,૪૨૦ની ઊંપર પહોંચ્યો હતો. એ નોંધવું રહ્યું કે ટોચના ટેક્નિકલ એનાલિસ્ટે એવી આગાહી કરી છે કે જો નિફ્ટી ૧૮,૪૫૦ની ઉપર આગળ વધશે તો જ તેજીની આશા રાખી શકાય.
સત્ર દરમિયાન ૫૦૭.૧૧ પોઇન્ટ અથવા તો ૦.૮૨ ટકા ઉછળીને ૬૧,૮૪૪.૯૨ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ અંતે સેન્સેક્સ ૪૬૮.૩૮ પોઇન્ટ અથવા તો ૦.૭૬ ટકાના સુધારા સાથે ૬૧,૮૦૬.૧૯ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો જ્યારે નિફ્ટી ૧૫૧.૪૫ પોઇન્ટ અથવા તો ૦.૮૩ ટકાના ઉછાળા સાથે ૧૮,૪૨૦.૪૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવરગ્રીડ, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ, એચડીએફસી, હિંદુસ્તાન યુનિલીવર, મારુતિ, આઇટીસી, ટાઇટન, નેસ્લે, બજાજ ફાઇનાન્સ અને રિલાયન્સ ટોપ ગેઇનર રહ્યાં હતા, જ્યારે ટાટા ક્ધસલ્ટન્સિ સર્વિસિસ, ટાટા મોટર્સ અને ઇન્ડસઇન્ડ બેન્ક ટોપ લુઝર શેરોની યાદીમાં હતા.
અમેરિકાના શેરબજારો પાછલા શુક્રવારે નેગેટીવ ઝોનમાં બંધ રહ્યાં બાદ એશિયાઇ બજારોમાં સિઓલ, ટોકિયો, શાંઘાઇ અને હોંગકોંગ શેરબજાર નીચી સપાટીએ બંધ રહ્યાં હતા. જોકે, યુરોપના બજારોમાં મધ્યસત્ર સુધી સુધારો રહ્યો હોવાના અહેવાલ હતા. આજે એ ગ્રુપની એક કંપનીને ઉપલી સર્કીટ અને બી ગ્રુપની ૩૦ કંપનીઓને ઉપલી અને ૧૩ કંપનીઓને નીચલી સર્કીટ સહિત બધા ગ્રુપની કુલ ૪૬૧ કંપનીઓમાંથી ૩૦૦ કંપનીઓને ઉપલી સર્કીટ અને ૧૬૧ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૯૭ ટકા, પાવર ગ્રિડ કોર્પરેશન ઓફ ઈન્ડિયા ૨.૬૫ ટકા, ભારતી એરટેલ ૨.૩૧ ટકા, બજાજ ફિનસર્વ ૨.૦૦ ટકા અને હિન્દુસ્તાન યુનિલિવર ૧.૭૧ ટકા વધ્યા હતા, જ્યારે ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ ૧.૧૩ ટકા, ઈન્ફોસિસ ૦.૯૭ ટકા, ટાટા મોટર્સ ૦.૮૦ ટકા, સન ફાર્મા ૦.૬૩ ટકા અને ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૪૭ ટકા ઘટ્યા હતા. તાજેતરમાં જ ૧૦૦ કરોડની વિસ્તરણ યોજના જાહેર કરનાર કિલિચ ડ્રગ્સ ઈન્ડિયાનો શેર ૧૫૯.૨૫ની પાછલી સપાટીએ ખૂલીને રૂ. ૧૬૨.૧૫ સુધી ઊંચે જઇને અંતે ૧.૪૮ ટકાના સુધારા સાથે ૧૬૧.૬૦ પર સ્થિર થયો હતો કંપનીએ વિસ્તરણ યોજનાની શરૂઆત તરીકે મહારાષ્ટ્રના પેણ, ખોપોલી હાઈવે પર ખાતે ૧૫ એકર જમીન ખરીદી છે. ટેક અને આઈટી સિવાયના બધા સેક્ટરલ ઈન્ડેક્સ વધ્યા હતા, સેન્સેક્સની ૨૪ કંપનીઓ વધી હતી અને ૫ કંપનીઓ ઘટી હતી. આ સત્રમાં માર્કેટ કેપ રૂ. ૨૮૭.૯૫ લાખ કરોડ નોધાયું હતું. જે શુક્રવારે રૂ. ૨૮૫.૫૨ લાખ કરોડના સ્તરે હતું. આમ માર્કેટ કેપમાં રૂ. ૨.૪૩ લાખ કરોડનો વધારો નોંધાયો છે. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૮૪ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૮૪ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૬૭ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૨૯ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૮૩ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૭૬ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૭૬ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૮૬ ટકા વધ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૮૮ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૬૫ ટકા વધ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં સર્વિસિસ ૧.૯૪ ટકા, ઓટો ૧.૬૭ ટકા, એફએમસીજી ૧.૪૩ ટકા, કંઝ્યુમર ડ્રિસ્કિશનરી ૦.૯૪ ટકા, પાવર ૦.૯૪ ટકા, એનર્જી ૦.૯૩ ટકા, મેટલ ૦.૯૧ ટકા, ફાઈનાન્સિયલલ સર્વિસિસ ૦.૮૭ ટકા, યુટિલિટીઝ ૦.૮૭ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૮૦ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૭૬ ટકા, રિયલ્ટી ૦.૭૪ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૭૩ ટકા, કમોડિટીઝ ૦.૬૯ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૬૮ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૬૬ ટકા, બેન્કેક્સ ૦.૫૪ ટકા અને હેલ્થકેર ૦.૦૭ ટકા વધ્યા હતા, જ્યારે ટેક ૦.૨૮ ટકા અને આઈટી ૦.૫૫ ટકા ઘટ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular