(વાણિજ્ય પ્રતિનિધિત તરફથી)
મુંબઇ: યુબીએસ દ્વારા મુશ્કેલીગ્રસ ક્રેડિટ સૂઇસના સૂચિત ટેકઓવરની ઝડપી પ્રક્રિયાને પગલે અમેરિકાની બેન્ંિકગ કટોકટીમાંથી કામચલાઉ રાહત મળવાને કારણે વિશ્ર્વબજારમાં આવેલા સુધારાની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી હતી અને સેન્સેક્સમાં ૪૪૫ પોઇન્ટ આગળ વધ્યો હતો જ્યારે, નિફ્ટી ૧૭,૧૦૦ની ઉપર પહોંચવામાં સફળ રહ્યો હતો.
સેન્સેક્સ ૪૪૫.૭૩ પોઈન્ટ અથવા ૦.૭૭ ટકા વધીને ૫૮,૦૭૪.૬૮ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૧૧૯.૧૦ પોઈન્ટ અથવા ૦.૭૦ ટકા વધીને ૧૭,૧૦૭.૫૦ પોઇન્ટના સ્તરે સ્થિર થયો હતો. જોકે બજારનો અંડર ટોન સ્થિર હતો. કુલ ટ્રેડેડ શેરોમાંથી લગભગ ૧૯૨૩ શેર વધ્યા હતા, ૧૪૮૭ શેર ઘટ્યા હતા અને ૧૩૪ શેર મૂળ સપાટીએ પાછાં ફર્યા હતા.
એચડીએફસી લાઇફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઇનાન્સ, બજાજ ઓટો અને એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં હતા, જ્યારે ટોચની ઘટનારા શેરોમાં એચયુએલ, પાવર ગ્રીડ કોર્પ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, ટેક મહિન્દ્રા અને ટીસીએસનો સમાવેશ થાય છે.બેન્ંિકગ અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ પ્રત્યેક એક ટકાની આગેકૂચ થઇ હતી. લેવાલી વ્યાપક હોવાથી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૫ ટકાનો વધારો નોંધાયો છે. પશ્ર્ચિમી દેશોના નબળા પ્રતિસાદ વચ્ચે આઇટી સેકટરમાં સાવચેતીનું માનસ રહેતાં આઇટી શેરોમાં વેચવાલીનું દબાણ વધવાથી આગેકૂચ મર્યાદિત રહી હતી. ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ૩.૧૧ ટકાનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે ટીસીએસમાં ૧.૧૨ ટકાનો કડાકો નોંધાયો હતો.
ઝાયડસ લાઇફસાયન્સની ક્રિઓપાઇરિન એસોસિેએટેડ પિરિયોડિક સિન્ડ્રોની સારવાર માટે વપરાતી ઝિલવનને યુએસ હેલ્થ રેગ્યુલેટરે ઓર્ફન ડ્રગ ડેસિગ્નેશન (એડીડી)નો દરજ્જો આપ્યો છે. અલ્ટીગ્રીને ફોર્ટપોઇન્ટ ઓટોમોટિવ સાથે ભાગીદારી કરી છે. ભારતની અગ્રણી વ્યાપારી ઈલેક્ટ્રિક વ્હીકલ કંપની અલ્ટીગ્રીને વિસ્તરણ યોજના હેઠળ મુંબઈમાં તેના બીજા રીટેલ એકસપિરિઅન્સ સેન્ટર શરૂ કર્યું. મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી અને બેંગ્લોર બાદ ભારતમાં આ કંપનીની ૨૬મી રિટેલ ડીલરશિપ છે. આ નવી ડીલરશીપ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અલ્ટીગ્રીનના ઇલેક્ટ્રિક કાર્ગો વાહનોની શ્રેણીને રજૂ કરશે.
આઇટી સર્વિસિસ અને ક્ધસલ્ટિંગ ફર્મ એસેન્શરે જાહેર કર્યુ છે કે તે બેંગ્લોર સ્થિત ઇન્ડસ્ટ્રિઅલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ કંપની ફલુચ્યુરા હસ્તગત કરશે. જોકે, કંપનીએ સોદાના કદ અંગે કશું જણાવ્યું નથી. બેન્ક ઓફ બરોડા દ્વારા પ્રમોટેડ ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ઇન્સ્યુરન્સ કંપનીને કેપિટલ માર્કેટ રેગ્યુસેટર સેબી તરફથી આઇપીઓ માટે મંજૂરી મળી ગઇ છે. ટીસીએસના વિદાય લઇ રહેલા એમડી અને સીઇઓ રાજેશ ગોપીનાશને ૧૫ સપ્ટેમ્બર પછી પણ સલાહકારી ભૂમિકામાં સંકળાિ રહેવા માટે ટાટા સન્સના ચેરમેન એન ચંન્દ્રસેકરન ચર્ચા કરી રહ્યાં હોવાનું પીટીઆઇએ જણાવ્યું છે.
અમેરિકાની ફેડરલ રિઝર્વની બેઠક શરૂ થતાં પહેલા બેન્કિંગ ક્ષેત્રની કટોકટી નિવારવા લેવામાં આવેલા કેટલાંક પગલા અને ફેજડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો ટાળશે એવા આશાવાદ વચ્ચે વિશ્ર્વબજારમાં સુધારો આવતા તેની અસરે સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં પણ સુધારો જોવા મળ્યો હતો. જોકે, પશ્ર્ચિમી દેશોના નબળા પ્રતિસાદ વચ્ચે આઇટી સેકટરમાં સાવચેતીનું માનસ રહેતાં આઇટી શેરોમાં વેચવાલીનું દબાણ વધવાથી આગેકૂચ મર્યાદિત રહી હતી.
એ જ સાથે એ પણ યાદ રાખવું રહ્યું કે, અમેરિકાના બેન્કિંગ સંકટને કારણે દુનિયાભરના શેરબજારોમાં સર્જાયેલી ભારે ઉથલપાથલનો હજુ અંત આવ્યો નથી. હજુ અમેરિકાની અનેક નાની મોટી બેન્કો મુશ્કેલીમાં હોવાના અહેવાલો છે.
યુબીએસના ૧૬૭ વર્ષ જૂના ક્રેડિટ સુઈસના સરકારી સૂચના આધારિત ટેકઓવર બાદ નજીકના ગાળામાં વ્યાપક સ્તરે પ્રસરેલી બેન્કિંગ ક્ષેત્રની કટોકટી ટળી જશે એવી આશા વચ્ચે, સોમવારે વૈશ્ર્વિક સ્તરે બેન્કિંગ શેરોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. જોકે, અમેરિકાની નાની બેન્કો અને ધિરાણ બજારને થયેલા નુકસાન તેમ જ તેની અસર સદંર્ભની ચિંતાઓ યથાવત્ છે.
યુરોપનો બેંન્કિંગ ઇન્ડેક્સ ૧.૮ ટકા ઉછળ્યો હતાં, જ્યારે સ્વિસ બેન્ક ક્રેડિટ સુઈસના શેર અથડાયેલા રહ્યાં હતા અને અને યુબીએસના શેરમાં ૩.૫ ટકા વધ્યા હોવાના અહેવાલ હતા. એ જ સાથે એ પણ નોંધવું રહ્યું કે, યુરોપનો બેન્કિંગ ઇન્ડેક્સ માર્ચમાં અત્યાર સુધીમાં ૧૪ ટકા કરતા વધુ નીચી સપાટીએ છે.