(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: શેરબજારમાં રોલરકોસ્ટર જેવો માહોલ સર્જાયો છે. સપ્તાહના પહેલા દિવસે નીચે પટકાયેલો બેન્ચમાર્ક બીજા સપ્તાહે ઊંચી છલાંગ લગાવ્યાં બાદ આજે ત્રીજા સત્રમાં ફરી ૭૭૦ પોઇન્ટની નીચી સપાટીએ પટકાયો છે. એ નોંધવું રહ્યું કે કાલે ગણેશોત્સવ નિમિત્તે શેરબજાર બંધ રહ્યું હતું.

સપ્તાહના પહેલા દિવસે સેન્સેકસે પ્રારંભિક સત્રમાં ૧૪૬૬ પોઇન્ટ નીચે પટકાઇને અંતે ૮૬૧ પોઇન્ટ ગુમાવ્યા હોવાથી બીએસઇ પર લિસ્ટેડ શેરોના બજાર મૂલ્યમાં રૂ. ૨.૩૯ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું.

જ્યારે મંગળવાર પાછલા ત્રણ મહિનાના આ સોથી શ્રેષ્ઠ એકદિવસીય ઉછાળામાં સેન્સેક્સે ૫૯,૫૦૦ની સપાટી પુન: હાંસલ કરી લીધી હતી, તો નિફ્ટીએ ૧૭,૭૫૦ની સપાટી વટાવવામાં સફળતા મેળવી હતી. હવે આજના સત્રમાં સેન્સેક્સે ૯૫૦ પોઇન્ટ સુધી નીચે પટકાયા બાદ અંતે ૭૭૦ પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો છે. મૂંઝાયેલા રોકાણકારોને બજારના નિષ્ણાતો અત્યારે થોભો અને જુઓની નીતિ અપનાવવાની સલાહ આપી રહ્યાં છે.

Google search engine