(વાણિજ્ય પ્રતનિધિ તરફથી)

મુંબઇ: અમેરિકાની મધ્યસ્થ બેન્કના મૂંઝવતા સંકેતની વચ્ચે અટવાયેલા સેન્સેકસ અને નિફટીએ વિશ્ર્વબજારની નરમાઇને આવગણીને આગેકૂચ ચાલુ રાખી છે. શેરબજા સતત પાંચમા સત્રમાં પોઝિટીવ ઝોનમાં આગળ વધવામાં સફળ તો રહ્યું છે, જોકે નિફ્ટી ૧૮,૦૦૦ની લગોલગ હોવા છતાં તેને પાર કરી શક્યો નહોતો. હવે જોવાનું એ રહે છે કે શું નિફ્ટી કાલે સપ્તાહના અંતિમ સત્રમાં ૧૮,૦૦૦ની મટકી ફોડવામાં સફળ થશે?

નિફ્ટી સત્ર દરમિયાન છેક ૧૭,૯૬૮.૪૫ પોઇન્ટની ઊંચી સપાટી સુધી ગયો હતો. જોકે, ૧૭,૮૫૨.૦૫ પોઇન્ટની નીચી સપાટીને પણ આથડાયો હતો અને અંતે ૧૨.૨૫ પોઇન્ટ અથડાવો ૦.૦૭ ટકાના સુધારા સાથે ૧૭,૯૫૬.૫૦ની સપાટીએ સ્થિર થયો હતો. એ નોંધવું રહ્યું કે નિફ્ટીએ પાછલા ચાર સપ્તાહમાં કુલ ૧૧ ટકાનો સુધારો હાંસલ કર્યો છે. આ જોતા પ્રોફિટ બુકિંગ આવી શકે છે.

અગ્રણી ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું કે નિફ્ટી ૧૮૦૦૦ પાર કરે તો તે ૧૮,૧૦૦ સુધી જઇ શકે છે અને જો ગબડે તો તેને માટે ૧૭૮૫ પોઇન્ટ રેઝિસ્ટન્સ લેવલ છે અને ત્યાર પછીનું લેવલ ૧૭૭૫૦ પોઇન્ટનું છે. નિફ્ટી અત્યારે ઓવરબોટ પોઝિશનમાં છે.

નિષ્ણાતો માને છે કે ટેક્નિકલ ધોરણે તેજીને આગળ વધારવા માટે નિફ્ટીએ આ સ્તર પાર કરવું અનિવાર્ય છે. જોકે, સાથે વિશ્ર્લેષકો એમ પણ કહી રહ્યાં છે કે નિફ્ટીએ ૧૭,૮૦૦ પોઇન્ટનું સ્તર તોડ્યું નથી એ પણ મહત્ત્વની બાબત છે અને એ સ્તર ટકેલું છે ત્યાં સુધી આશાવાદ પણ ટકેલો છે.

Google search engine