શેરબજારમાં તેજીનો ઉછાળો, સેન્સેક્સ ફરી ૬૦,૦૦૦ની ઉપર

ટૉપ ન્યૂઝ શેરબજાર

(વાણીજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: શેરબજારમાં સપ્તાહની શરૂઆત જોરદાર તેજીના ઉછાળા સાથે થઈ છે. વિશ્વબજારના તેજીના સંકેત પાછળ સેન્સેક્સે ખુલતા સત્રમાં જ જબરી છલાંગ સાથે ૬૦,૦૦૦ પોઈન્ટની સપાટી પછી હાસલ કરી લીધી છે.

સવારે ખુલતા સત્રમાં જ સવા નવ વાગે સેન્સેક્સ ૬૦ હજારને પાર કરી ૬૦,૦૯૧.૪૪ની સપાટીએ પહોચ્યો હતો. સત્રની શરૂઆત ૫૯૯૧૨.૨૯ ઉપર થઇ હતી. શુક્રવારે સેન્સેક્સ ૫૯૭૯૩.૧૪ ઉપર બંધ થયો હતો. નિફ્ટી ૧૭૯૨૨.૨૦ બોલાયો હતો, અને ૧૮૦૦૦ તરફ આગળ વધતો દેખાઈ રહ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.