બ્લોક ડીલ પછી દેવયાની ઇન્ટરનેશનલમાં કડાકો

ટૉપ ન્યૂઝ શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: દેવયાની ઈન્ટરનેશનલના શેરમાં બ્લોક સોદાના અહેવાલોને પગલે મંગળવારે પ્રારંભિક સત્ર દરમિયાન સાતેક ટકા જેટલો જોરદાર કડાકો નોંધાયો હતો. બજારના સાધનો અનુસાર બીએસઇ પર રૂ. ૫૮૧.૧૧ કરોડના ૩.૧૭ કરોડ ઇક્વિટી શેરનું ટ્રેડિંગ થયું હતું. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ પર રૂ. ૨૦૨.૫૪ કરોડની કિંમતના ૧.૦૮ કરોડથી વધુ શેરમાં હાથબદલો થયો હતો.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ મંગળવારે વહેલી સવારે કંપનીની લગભગ ૨.૫ ટકા ઈક્વિટીનું ટ્રેડિંગ થયું હતું. જો કે, આ અહેવાલ લખાયો ત્યાં સુધીમાં ખરીદદારો અને વેચાણકર્તાઓની વિગતો જાણી શકાઈ ન હતી.

ભારે ટ્રેડિંગ વોલ્યુમ વચ્ચે, દેવયાની ઈન્ટરનેશનલનો શેર મંગળવારે ૭ ટકા તૂટીને એક તબક્કે રૂ. ૧૮૨.૫૦ બોલાયો હતો, જે સવારે ૯.૫૫ વાગ્યે થોડા સુધારા સાથે રૂ. ૧૮૭.૩૫ સુધી ઊંચે ગયો હતો. સત્રને અંતે આ સ્ટોક રૂ. ૧૮૬.૨૦ બોલાયો હતો, જે ૫.૦૨ ટકાનો કડાકો દર્શાવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.