શેરબજારમાં આજે દહી હંડી જેવો ખેલ, સેન્સેકસ ગબડી પડ્યો

ટૉપ ન્યૂઝ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: સ્ટોક માર્કેટમાં આજે દહી હંડીમાં ગોવિંદા જેમ છેક ઉપર સુધી જઈને ગબડી પડે એવો તાલ જોવા મળ્યો છે. એક તબક્કે સેન્સેક્સ ૭૫૦ પોઇન્ટ તૂટીને 59,500ની નીચે ઘુસી ગયો હતો.

ઇક્વિટી બજારે શુક્રવારે હકારાત્મક તોન સાથે કામકાજની શરૂઆત કરી હતી પરંતુ બંને સૂચકાંકો તરત જ આફફતાગડીમાં અટવાઈ ગયા હતા,

સેન્સેક્સ અને નિફ્ટી સટોડિયાઓના લેણ અને વેચાણના ઝડપી સોદા વચ્ચે નેગેટિવ અને પોઝિટિવ ઝોન વચ્ચે અથડાઈ રહ્યા હતા.
એશિયામાં, સિઓલ અને શાંઘાઈના બજારો નીચા સ્તરે વેપાર કરી રહ્યા હતા, જ્યારે ટોક્યો અને હોંગકોંગ મધ્ય-સત્રના સોદામાં ગ્રીન ઝોનમાં ક્વોટ થયા હતા. ગુરુવારે વોલ સ્ટ્રીટના બજારો ઊંચા સ્તરે બંધ થયા હતા.

દરમિયાન, આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.38 ટકા ઘટીને USD 96.21 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું.
એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂ. 1,706 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.