Homeશેરબજારપ્રારંભિક સુધારો ગુમાવીને બંને બેન્ચમાર્ક નેગેટિવ ઝોનમાં સરક્યા

પ્રારંભિક સુધારો ગુમાવીને બંને બેન્ચમાર્ક નેગેટિવ ઝોનમાં સરક્યા

મુંબઇ: વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલી તેમ જ ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસીમાં વેચવાલીનું દબાણ વધવાને કારણે પ્રારંભિક સુધારો ગુમાવીને નેગેટીવ ઝોનમાં સરી પડ્યા હતા. સત્રમાં ભારે અફડાતફડી જોવા મળી હતી. સેન્સેક્સ ઊંચા મથાળે ખૂલીને ૬૦,૫૮૬.૭૭ પોઇન્ટની સપાટીને અથડાયો હતો. પાછળથી ૨૯૭.૩૫ પોઇન્ટ ગબડીને ૫૯,૯૬૩.૮૩ પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને અંતે ૧૬૮.૨૧ પોઇન્ટ અથવા તો ૦.૨૮ ટકાના ગાબડાં સાથે ૬૦,૦૯૨.૯૭ પોઇન્ટની નીચી સપાટીએ સ્થિર થયો હતો. નિફ્ટી૬૧.૭૫ પોઇન્ટ અથવા તો ૦.૩૪ ટકા ગબડીને ૧૭,૮૯૪.૮૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
સેન્સેક્સના શેરોમાં એક્સિસ બેન્ક, એનટીપીસી, એચડીએફસી, એચડીએફસી બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઇસીઆઇસીઆઇ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મારુતિ સુઝુકી ટોપ લુઝર રહ્યાં હતાં. જ્યારે ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, ઇન્ફોસિસ, વિપ્રો, ટીસીએસ અને પાવરગ્રીડ ટોપ ગેઇનર્સ શેર રહ્યાં હતાં. બજારની અપેક્ષાથી સારા પરિણામ આપનાર વિપ્રોનો શેર એક ટકા વધ્યો હતો. આ કંપનીે ડિસેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખો નફામાં ૨.૮ ટકાનો વધારો નોંધાવ્યો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં ૧૯.૯ ટકાનો વધારો નોંધાવનારા એચડીએફસી બેન્કનો શેર એકાદ ટકા ગબડ્યો હતો.
આ અઠવાડિયેે ઇન્ડસઇન્ડ બેન્ક, એચડીએફસી લાઇફ, એશિયન પેઇન્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ અને હિંદુસ્તાન યુનિલીવર સહિતની કંપનીઓના પરિણામ જાહેર થશે. નિષ્ણાતો અનુસાર બજારનું કોન્સોલિડશન ચાલુ રહેશે અને રોકાણકોરો મોટભાગે કોર્પોરેટ અર્નિંગ અને વૈશ્ર્વિક સંકેતો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
રોકાણકારો મોટાભાગે કોર્પોરેટ અર્નિંગ અને વૈશ્ર્વિક સંકેતો પર ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રી-બજેટ અપેક્ષાઓ અને કમાણીમાં શેરલક્ષી ચાલ જોવા મળશેે. બજારના સાધનોએ કહ્યું હતું કે આગામી દિવસોમાં કોર્પોરેટ ક્ષેત્રની કમાણીના આંકડા અને વૈશ્ર્વિક સંકેતો મોટે ભાગે વલણ નક્કી કરશે. શેરબજારના મેઇન બોર્ડમાં પાછલા સપ્તાહે એકપણ ભરણું આવ્યું નહોતું પરંતુ એસએમઇ આઇપીઓ આવ્યાં હતા. આ સપ્તાહે બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર ૧૮મીએ ધરની કેપિટલ સર્વિસીસ લિમિટેડ રૂ. ૧૦૭૫ લાખનો આઈપીઓ લાવી રહી છે. કંપની મ્યુચ્યુઅલ ફંડ વિતરણ, ફિક્સ્ડ ડિપોઝિટ વિતરણ, રિયલ એસ્ટેટ બ્રોકરેજ, ટેક્નિકલ ક્ધસલ્ટન્સી અને આઉટસોર્સિંગ સેવાઓ જેવી નાણાકીય સેવા ઓફર કરે છે. ઈક્વિટી શેર દીઠ ફેસ વેલ્યુ એક રૂપિયા છે અને શેર દીઠ ઈશ્યુ ભાવ રૂ. ૨૦ છે, જેમાં ઈક્વિટી શેર દીઠ રૂ. ૧૯નું શેર પ્રીમિયમ સમાવિષ્ટ છે. મિનિમમ લોટ ૬૦૦૦ ઈક્વિટી શેરોનો છે. ઓફરમાં મુકાનારા ૫૩,૭૦,૦૦૦ શેરોમાંથી ૨૫,૫૦,૦૦૦ શેરો નોન- રિટેઈલ રોકાણકારો માટે અનામત છે, જ્યારે ૨૫,૫૦,૦૦૦ શેરો રિટેઈલ રોકાણકારો માટે અને ૨,૭૦,૦૦૦ શેરો માર્કેટ મેકર ક્વોટા હેઠળ
અનામત છે.
ઈશ્યુની લીડ મેનેજર શ્રુજન આલ્ફા કેપિટલ એડવાઈઝર્સ એલએલપી છે. આ ભરણું ૨૦મીએ બંધ થશ અને. ત્યાર પછી તે બીએસઈ એસએમઈ સેગમેન્ટમાં લિસ્ટેડ થશે. વૈશ્ર્વિક મોરચે યુએસએ, યુરોપ અને ચીનમાંથી ઘણા બધા મેક્રો ડેટા જાહેર થવાના છે. યુએસએમાં ઘણી મોટી કંપનીઓના ત્રિમાસિક પરિણામ જાહેર થશે જે, અમેરિકન બજારોમાં અસ્થિરતા લાવી શકે છે. આ ઉપરાંત, ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ, યુએસ બોન્ડની ઉપજ અને ડોલર ઈન્ડેક્સ અન્ય મહત્વના પરિબળો હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular