Homeશેરબજારસેન્સેક્સ ૮૪૭ પોઇન્ટ ઊછળ્યો, ટીસીએસમાં સ્પેશિયલ ડિવિડંડ

સેન્સેક્સ ૮૪૭ પોઇન્ટ ઊછળ્યો, ટીસીએસમાં સ્પેશિયલ ડિવિડંડ

મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વ આગામી સમયમાં વ્યાજદર બાબતે અક્રમક વલણ નહી અપનાવે એવી આશા જાગવા સાથે ચીન કોરોનામાંથી બહાર આવી રહ્યું હોવાના અહેવાલ તેમ જ ચીન સરકારે હવે કોર્પોરેટ ક્ષેત્રને નવા રોજગાર સર્જન માટે સહકાર આપવાનું નક્કી કર્યું હોવાના અહેવાલને કારણે સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજાર સાથે સ્થાનિક બજારમાં પણ તેજીનો ઉછાળો જોવા મળ્યો હતો. સત્ર દરમિયાન ૯૮૯.૦૪ પોઇન્ટ અથવા તો ૧.૬૫ ટકાના ઉછાળા સાથે ૬૦,૮૮૯.૪૧ પોઇન્ટની સપાટીને અથડાઇને સેન્સેક્સ અંતે ૮૪૬.૯૪ પોઇન્ટ અથવા તો ૧.૪૧ ટકા વધીને ૬૦,૭૪૭.૩૧ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો, જ્યારે નિફ્ટી ૨૪૧.૭૫ પોઇન્ટ અથવા તો ૧.૩૫ ટકાના ઉછાળા સાથે ૧૮,૧૦૧.૨૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. અમેરિકાના જોબ ડેટા અને સર્વિસ ઇન્ડસ્ટ્રીઝના ડેટા સહેજ નબળા આવવાને કારણે ફુગાવાનું દબાણ ઘટવાની સંભાવના જોતા વ્યાજદ વધારવા બાબતે ફેડરલ રિઝર્વનું વલણ કુણું પડશે એવી અટકળો પાછળ વોલ સ્ઠ્રીટમાં ઉછાળો આવતા એશિયાઇ બજારોમાં પણ તેજી જોવા મળી હતી. સેન્સેક્સના શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજીસ, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, વિપ્રો અને ઇન્ફોસિસ રિલાયન્સ અને એક્સિસ બેન્ક ટોપ ગેઇનર્સ રહ્યાં હતાં. ટીસીએસમાં પરિણામની જાહેરાત અગાઉ સારી લેવાલી જોવા મળી હતી. સત્ર બાદ જાહેર થયેલા પરિણામ અનુસાર કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક તુલનાત્મક ધોરણે ૧૯.૧ ટકાના વધારા સાથે રૂ. ૫૮,૨૨૯ કરોડની રેવન્યૂ, ૧૧ ટકાના વધારા સાથે રૂ. ૧૦,૮૪૬ કરોડની ચોખ્ખી આવક નોંધાઇ હતી. નેટ માર્જિન ૧૮.૬ ટકા રહ્યું હતું અને કંપનીએ શેરદીઠ રૂ. ૬૭ના સ્પેશિયલ ડિવિડંડ સાથે રૂ. ૭૫ના કુલ ડિવિડંડની જાહેરાત કરી હતી. ચાઇના આઇટી કંપનીઓ પરની તવાઇ હળવી કરશે અને કોર્પોરેટ ક્ષેત્રને રોજગાર નિર્માણમાં સહાય કરશે એવું પીપલ્સ બેન્ક ઓફ ચાઇનાના કોમ્યુનિસ્ટ પાર્ટી સેક્રેટરી ગ્યુઓ શુક્વીંગનું કથન ચાઇનાના અખબારોમાં પ્રકાશિત થયા બાદ અલિબાબાનો શેર ૭.૯ ટકા અને ટેન્સેન્ટનો શેર ૨.૬ ટકા ઊછળ્યો હતો અને તેની પમ વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટ પર અસર જોવા મળી હતી.
સ્મોલકેપ અને મિડકેપ શેરોમા તેજી: સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી હતી. એનએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૮૩ ટકા વધીને ૨૫,૩૭૪.૯૮ના સ્તર પર જ્યારે, સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૭ ટકા વધારાની સાથે ૨૮,૯૧૯.૪૨ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી,એફએમસીજી, મેટલ ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ હેલ્થકેર શેરોમાં ૦.૫૮-૨.૭૦ ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૦.૮૬ ટકાના વધારાની સાથે ૪૨,૫૫૨.૨૦ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો દેખાયો.
અગ્રણી શેરોમાં એમએન્ડએમ, એસબીઆઈલાઈફ, ઈન્ડસઈન્ડબેન્ક, ટીસીએસ, એચસીએલ ટેક, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા અને વિપ્રો ૨.૬૦-૩.૫૭ ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટાઈટન, બજાજ ફિનસર્વ, ગ્રાસિમ, બજાજ ઑટો, એચડીએફસી લાઈફ, મારૂતિ સુઝુકી અને બ્રિટાનિયા ૦.૦૩-૧.૯૦ ટકા સુધી ઘટીને બંધ થયો છે. મિડકેપ શેરોમાં સીજી પાવર, એલએન્ડટી ફાઈનાન્સ, મેક્સ હેલ્થકેર, પરસિસ્ટન્ટ અને રાજેશ એક્સપોર્ટ્સ ૩.૨૦-૬.૯૦ ટકા સુધી વધીને બંધ થયા છે. મિડકેપ શેરોમાં કંસાઈ નેરોલેક, એન્ડયોરન્સ ટેક્નોલોજી, હિંદપેટ્રો, આદિત્ય બિરલા ફેશન અને કેસ્ટ્રોલ ૧.૧૧-૩.૬ ટકા ઘટીને બંધ થયા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular