Homeશેરબજારનવા વર્ષનું સ્વાગત સુધારા સાથે, સેન્સેક્સે હાંસલ કરી ૬૧,૧૫૦ની સપાટી, નિફ્ટી ૧૮,૧૫૦ની...

નવા વર્ષનું સ્વાગત સુધારા સાથે, સેન્સેક્સે હાંસલ કરી ૬૧,૧૫૦ની સપાટી, નિફ્ટી ૧૮,૧૫૦ની ઉપર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: યુરોપના બજારના મજબૂત ટ્રેન્ડ સાથે સ્થાનિક શેરબજારમં પણ નવા વર્ષના પહેલા દિવસે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. મફડાતફડીમાંથી પસાર થવા છતાં સત્રને અંતે સેન્સેક્સે ૬૧,૧૫૦ પોઇન્ટની સપાટી હાસલ કરી લીધી હતી અને નિફ્ટી ૧૮,૧૫૦ પોઇન્ટની મહત્ત્વપૂર્ણ સપાટીની ઉપર પહોંચવામાં સફળ રહ્યો હતો. સત્ર દરમિયાન ૩૮૨.૦૫ પોઇન્ટ અથવા તો ૦.૬૨ ટકાના ઉછાળા સાથે ૬૧,૨૨૨.૭૯ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાઇને અંતે સેન્સેક્સ ૩૨૭.૦૫ પોઇન્ટ અથવા તો ૦.૫૪ ટકાઆગળ વધીને ૬૧,૧૬૭.૭૯ પોઇન્ટની સપાટીએ ગોઠવાયો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૯૨.૧૫ પોઇન્ટ અથવા તો ૦.૫૧ ટકાના વધારા સાથે ૧૮,૧૯૭.૪૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં સોમવારે ભારતીય શેરબજારના બેન્ચ માર્ક સુધારા સાથે ખુલ્યા હતા. બજારને આગળ વધવામાં મેટલ્સ શેરોની તેજીથી મદદ મળી હતી. સ્થાનિક માગમાં સુધારો કરવા માટે ચીને પહેલી જાન્યુઆરીથી એલ્યુમિનિયમ પર નિકાસ ટેરિફ વધારવાની યોજના જાહેર કર્યા પછી મેટલ્સમાં ૧.૫ ટકાથી વધુનો વધારો થયો હતો. એ જ રીતે, ગયા મહિને જીએસટીની વસૂલીના ઊંચા આંકડા અર્થતંત્રની મજબૂતી દર્શાવે છે એમ જણવાતા જીઓજિતના સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે કહ્યું હતું કે ડિસેમ્બરનું જીએસટી કલેકશન ૧૫ ટકા વધીને રૂ. ૧.૪૯ લાખ કરોડ રહ્યું હતું, જે ઉત્પાદન, વપરાશ અને તે સાથે સારા કમ્પ્લયાન્સ દર્શાવે છે.
બીજી તરફ એમએસસીઆઈ એશિયા એક્સ-જાપાન ઇન્ડેક્સ ૦.૦૫ ટકા વધવા સાથે એશિયન બજારો મિશ્ર વેપાર કરી રહ્યા હતા. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મેનેજિંગ ડિરેક્ટરે ચેતવણી આપી છે કે વૈશ્ર્વિક અર્થતંત્ર માટે ૨૦૨૨ કરતાં ૨૦૨૩ મુશ્કેલ વર્ષ હશે, કારણ કે વૈશ્ર્વિક વૃદ્ધિના તમામ મુખ્ય અર્થતંત્રો જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન અને યુરોપ નબળી આર્થિક સ્થિતીમાંથી પસાર થઈ રહ્યા છે. એ જ સાથે બ્રેન્ટ ક્રૂડના વાયદા લગભગ ૮૬ પ્રતિ બેરલ સુધી પહોંચ્યા છે. ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતો ભારત જેવા આયાત કરતા દેશોને નુકસાન પહોંચાડે છે, જ્યાં દેશના આયાત બિલમાં ક્રૂડનો મોટો હિસ્સો છે.
ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, મહિન્દ્રા એન્ડ મદ્રિા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એનટીપીસી અને ભારતી એરટેલ ટોપ ગેઈનર્સ શેર રહ્યં હતાં. જ્યારે સેન્સેક્સના ટોપ લૂઝર્સ શેરોમાં એશિયન પેઇન્ટ્સ, ટાઇટન, ટેક મહિન્દ્રા, નેસ્લે અને હિંદુસ્તાન યુનિલીવરનો સમાવેશ હતો.
કોર્પોરેટ પરિણામ બજારની આગળની ચાલ પર અસર કરશે. કોર્પોરેટ હલચલમાં મારુતિ સુઝુકીનું ઉત્પાદન ડિસેમ્બર મહિનામાં ૧૮ ટકા ઘટીને ૧,૨૪,૭૨૨ યુનિટ નોંધાયું હતું. કંપનીએ વર્ષ અગાઉ સમાન મહિનામાં ૧,૫૨,૦૨૯ યુનીટ નોંધાયું હતું. મણિપાલ ગ્લોબલ સ્કિલ એકેડમીએ નેશનલ સેલ્સ એકેડમી શરૂ કરી છે. આ પ્રોગ્રામ દ્વારા એકેડમી પાર્ટનર બેન્ક, ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ, ફાર્માસ્યુટિકલ અને ક્ધઝ્યુમર પેકેજ્ડ ગુડ્સ કંપનીઓ માટે પ્રમાણિત પ્રોફેશનલ્સને રોજગાર આપશે. ભારત ફોર્જની સબ્સિડરી જેએસ ઓટો કાસ્ટ ફાઉન્ડરી ઇન્ડિયા ઇરોડ સ્થિત ઇન્ડોશેલ મોલ્ડ લિમિટેડનું એસઇઝેડ એકમ હસ્તગત કરી રહી છે. પીટીસી ઇન્ડિયાના શેરધારકોએ શેરદીઠ રૂ. ૫.૮૦ના અંતિમ ડિવિડંડને મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે ડીમોનેટાઇઝેશનને પડકારતી અરજી રદબાતલ જાહેર કરી છે.
સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ ૦.૫૭ ટકા વધીને ૨૫,૪૫૮.૭૭ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૪ ટકા વધારાની સાથે ૨૯,૧૬૯.૨૯ પર બંધ થયા છે. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ૦.૦૫-૨.૪૩ ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૦.૫૦ ટકાના વધારાની સાથે ૪૩,૨૦૩.૧૦ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાર્મા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર શેરોમાં ઘટાડો દેખાયો. અગ્રણી શેરોમાં ટાટા સ્ટીલ, હિંડાલ્કો, ઓએનજીસી, ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, રિલાયન્સ અને એક્સિસ બેન્ક ૧.૨૦-૫.૭૩ ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ડિવિઝ લેબ્સ, ટાઈટન, એશિયન પેંટ્સ, બજાજ ઑટો, હિરો મોટોકોર્પ અને ટાટા ક્ધઝ્યુમર અને ટેક મહિન્દ્રા ૦.૬૩-૧.૨૭ ટકા સુધી ઘટીને બંધ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular