વિશ્ર્વબજારના મિશ્ર સંકતો વચ્ચે સેન્સેક્સ ૩૨૦ પોઇન્ટનો સુધારો ગુમાવીને નેગેટીવ ઝોનમાં લપસ્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના મિશ્ર સંકેત વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી પ્રારંભિક સુધારો ગુમાવીને નેગેટીવ ઝોનમં લપસ્યા હતા. ખાસ કરીને એફએમસીજી, આઇટી અને બેન્કિંગ સેકટરના શેરોમાં છેલ્લા એક કલાકમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
સેન્સેક્સ સત્ર દરમિયાન ૩૨૦ ઊંચી સપાટીને અથડાઇને અંતે ૪૮.૯૯ પોઇન્ટ અથવા તો ૦.૦૮ ટકાના ધસરકા સાથેે ૫૯,૧૯૬.૯૯ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૧૦.૨૦ પોઇન્ટ અથવા તો ૦.૦૬ ટકાના ઘસરકા સાથે ૧૭.૬૫૫.૬૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
બજાજ ફિનસર્વ ૨.૦૮ ટકાના કડાકા સાથે સેન્સેક્સના શેરોમાં ટોપ લૂઝર બન્યો હતો, અન્ય ગબડનારા અગ્રણી શેરોમાં કોટક મહિન્દ્રા બેન્ક, એચયુએલ, એમએન્ડએમ, બજાજ ફાઇનાન્સ, નેસ્લે ઇન્ડયા એ એશિયન પેઇન્ટનો સમાવેશ હતો. જ્યારે ભારતી એરટેલ, એનટીપીસી, ટાટા સ્ટીલ, રિલાયન્સ, પાવરગ્રીડ, ડો. રેડ્ડીઝ લેબ અને સન ફાર્મા ટોપ ગેઇનર શેર રહ્યાં હતાં. માર્કેટ બ્રેથ નબળી હતી. સેન્સેક્સના ૩૦માંથી ૨૦ શેરમાં ઘટાડો હતો.
કોર્પોટેર હલચલમાં એરપોર્ટ સર્વિસ એગ્રીગેટર કંપની ડ્રીમફોક સર્વિસિસના શેર શરેબજારમાં તેના રૂ. ૩૨૬ના ઇશ્યૂભાવ સામે ૫૪.૯૦ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયાં હતાં. કંપનીના શેર રૂ. ૫૦૫ના ભાવે લિસ્ટેડ થયા હતા અને સત્ર દરમિયાન ૬૮.૭૧ ટકા ઉછળીને રૂ. ૫૫૦ બોલાયો હતો. એનએસઇ પર ૫૬ ટકાના ઉછાળે રૂ. ૫૦૮.૭૦ના ભાવે શરૂઆત કરી હતી. આ આઇપીઓ ૫૬.૬૮ ગણો ભરાયો હતો. તમિલનાડ મર્કન્ટાઇલ બેન્કનો આઇપીઓ મંગળવારે બીજા દિવસે સંપૂર્ણપણે ભરાઇ ગયો હતો. એનએસઇના સવારના ડેટા અનુસાર રૂ. ૮૩૧ કરોડના આ ઈશ્યૂ માટે ૮૭,૧૨,૦૦૦ શેર સામે ૮૮,૩૨,૨૯૨ શેર માટે ઓફર આવી હતી.
રિલાયન્સ અમેરિકા સ્થિત સોલાર એનર્જી સોફટવેર કંપની ૩૨ મિલિયન ડોલરમાં હસ્તગત કરશે. કેનેરા બેન્કે બેન્ચમાર્ક લેન્ડિંગ રેટમાં ૦.૧૫ ટકા સુધીનો વધારો કર્યો છે. એસ્ટર ડીએમ હેલ્થકેરે તેના એસ્ટર ગાર્ડિઅન્સ ગ્લોબલ નર્સિંગ એવોર્ડસની બીજી આવૃત્તિની જાહેરાત કરી છે, જેમાં વિશ્ર્વભરની નર્સ એપ્લાઇ કરી શકે છે. કુલ ૨૫૦,૦૦૦ ડોલરનો આ વિશ્ર્વનો સૌથી મોટી રકમ ધરાવતો નર્સિંગ એવોર્ડ છે. આ કંપની ફાર્મા પોડક્ટનું ઉત્પાદન કરે છે. એનટીપીસી રિન્યુએબલ એનર્જીએ દામોદર વેલી કોર્પોરેશન સાથે જોઇન્ટ વેન્ચરમાં ગ્રીન વેલી રિન્યુએબલ એનર્જીની સ્થાપના કરી છે. કલ્પતરુ અને તેની સબ્સિડરીને રૂ. ૧૩૪૫ કરોડના ઓર્ડર મળ્યા છે.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં પાવર ઈન્ડેક્સ સર્વાધિક વધ્યો હતો, જ્યારે એફએમસીજી ઈન્ડેક્સ સર્વાધિક ઘટ્યો હતો. સેન્સેક્સમાં ૦૯ કંપનીઓ વધી હતી, જ્યારે ૨૦ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ. ૨૮૦.૩૩ લાખ કરોડ રહ્યું હતું, જે ગઈ કાલે રૂ. ૨૭૯.૮૨ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૦૮ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૪૭ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૧૦ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૧૪ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૧૪ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૧૪ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૦૮ ટકા વધ્યા હતા, જ્યારે બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૦૪ ટકા ઘટ્યો હતો. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૧૪ ટકા વધ્યો હતો અને એસએમઈ આઈપીઓ ૧.૨૭ ટકા ઘટ્યો હતો. સેક્ટરલ ઈન્ડાયસીસમાં પાવર ૧.૯૦ ટકા, યુટિલિટીઝ ૧.૭૪ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૩૫ ટકા, એનર્જી ૧.૦૮ ટકા, મેટલ ૦.૮૭ ટકા, હેલ્થકેર ૦.૫૦ ટકા, રિયલ્ટી ૦.૪૯ ટકા, બેઝિક મટિરિયલ્સ ૦.૩૯ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૩૪ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૨૬ ટકા, ટેક ૦.૦૩ ટકા અને કેપિટલ ગુડ્સ ૦.૦૨ ટકા વધ્યા હતા, જ્યારે ટેલિકોમ ૦.૦૨ ટકા, સીડીજીએસ ૦.૦૭ ટકા, ઓટો ૦.૧૦ ટકા, ફાઈનાન્સ ૦.૨૮ ટકા, આઈટી ૦.૨૯ ટકા, બેન્કેક્સ ૦.૪૧ ટકા અને એફએમસીજી ૦.૪૬ ટકા ઘટ્યા હતા.
સેન્સેક્સમાં ભારતી એરટેલ ૨.૭૯ ટકા, એનટીપીસી ૨.૫૬ ટકા, ટાટા સ્ટીલ ૨.૫૬ ટકા, રિલાયન્સ ૧.૫૪ ટકા અને પાવર ગ્રિડ કોર્પરેશન ઓફ ઈન્ડિયા ૦.૬૦ ટકા વધ્યા હતા, જ્યારે બજાજ ફિનસર્વ ૨.૦૮ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૧.૧૪ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૦૮ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૦૮ ટકા અને બજાજ ફાઈનાન્સ ૧.૦૩ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની ૧૨ કંપનીઓમાંથી અને ૯ કંપનીઓને ઉપલી અને ત્રણ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.