Sharad Pawar

NCP અંત સુધી ઉદ્ધવ ઠાકરે સાથે રહેશે, સરકાર બચાવવાના તમામ પ્રયત્નો કરીશું- શરદ પવાર

ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રનું રાજકારણ સતત ગરમાઇ રહ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતના એક નિવેદનથી એનસીપી અને કોંગ્રેસની ઉંઘ ઉડી ગઇ છે. સંજય રાઉતે કહ્યું હતું કે જો બળવાખોર ધારાસભ્યો ઇચ્છતા હોય તો અમે મહાવિકાસ આઘાડી સાથેનું ગઠબંધન તોડવા માટે તૈયાર છીએ, પરંતુ પહેલા તમારે મુંબઇ આવીને ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરવી પડશે. રાઉતના આ નિવેદન વચ્ચે એનસીપીએ તેના નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠકમાં એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે અમે અંત સુધી ઉદ્ધવ ઠાકરે સાથે છીએ. અમારો એ જ પ્રયાસ છે કે કોઇપણ રીતે સરકાર પડવી ન જોઇએ. નોંધનીય છે કે અગાઉ શરદ પવારે કહ્યું હતું કે આ શિવસેનાનો આંતરિક મામલો છે એટલે અમે તેમાં દખલ નહીં દઇએ, પણ હવે સંકટ ગહેરાઇ રહ્યું છે ત્યારે શરદ પવાર સક્રિય ભૂમિકા ભજવે એવી શકયતા છે. દરમિયાન રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના નેતા અજિત પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સરકાર બચાવવાની જવાબદારી ત્રણેય પક્ષ (શિવસેના, એનસીપી અને કોંગ્રેસ)ની છે. જયાં સુધી સંજય રાઉતના નિવેદનની વાત છે તો મને નથી ખબર કે તેઓ એમ કેમ બોલ્યા. હું જરૂર ઉદ્ધવ ઠાકરેને પૂછીશ કે સંજય રાઉત આમ કેમ બોલ્યા? ઉદ્ધવ ઠાકરે બળવાખોર ધારાસભ્યોને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને અમે તેમની સાથે ઊભા છીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.