Maharashtra Politics: શરદ પવારને ખબર હતી કે એકનાથ શિંદે કરશે બળવાખોરી, પણ…

આમચી મુંબઈ

Mumbai: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકાર પડી જઈ છે અને શિવસેના-ભાજપના ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે ત્યારે સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર એનસીપી પ્રમુખ શરદ પવારને એકનાથ શિંદેની બળવાખોરી કરશે એવો અંદાજ પહેલેથી જ આવી ગયો હતો. આ અંગે તેમણે ઉદ્ધવ ઠાકરેને જાણ કરી હતી, પરંતુ તેમણે પવારની આ વાતને નજર અંદાજ કરી હતી. આટલી મહત્ત્વપૂર્ણ વાત પર ધ્યાન ન આપવાને કારણે હાલમાં મહાવિકાસ આઘાડી સરકારનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. મુખ્ય પ્રધાનના પદે શિવસેનાના નેતા હશે, પરંતુ કોંગ્રેસ અને એનસીપીને શિંદેની બળવાખોરીનો સૌથી મોટો ફટકો લાગ્યો છે.

નોંધનીય છે કે શિંદેએ 19 જૂનને બળવો પોકાર્યો હતો અને બળવાખોર વિધાનસભ્યો સાથે તેઓ સુરત પહોંચ્યા હતાં અને ત્યાંથી ગુવાહાટી જવા રવાના થયા હતાં.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.