(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અજિત પવાર સાથે મળીને વહેલી સવારે સરકારની રચના કરવાના શપથ ગ્રહણ કર્યા હતા તેનો વિવાદ અત્યારે ફરી છેડાયો છે ત્યારે બુધવારે શરદ પવારે એક એવું નિવેદન કર્યું હતું જેનાથી દેવેન્દ્ર ફડણવીસનો આક્ષેપ સાચો હોવાનું સિદ્ધ થાય છે. ફડણવીસે કહ્યું હતું કે શરદ પવારની મંજૂરીથી વહેલી સવારે ભાજપ અને એનસીપીની સરકારનું ગઠન થયું હતું. તે સમયે બધાએ આ આક્ષેપો નકારી કાઢ્યા હતા.
જોકે, બુધવારે પુણેમાં એનસીપીના ઉમેદવારના પ્રચાર માટે આવેલા શરદ પવારે કહ્યું હતું કે ફડણવીસ અને અજિત પવારે વહેલી સવારે સરકાર સ્થાપન કરી તેને કારણે રાજ્યમાં લાદવામાં આવેલું રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવામાં આવ્યું હતું. ત્યાર પછી બનેલી મહાવિકાસ આઘાડી સરકાર માટે આ ફાયદો થયો હતો.
તેમણે કહ્યું હતું કે મારો ફક્ત એટલો જ સવાલ છે કે જો ફડણવીસ અને અજિત પવારની સરકારે શપથ ન લીધા હોત તો શું થયું હોત? રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવામાં આવ્યું હોત? જો રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવામાં ન આવ્યું હોત તો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની સરકાર શપથ ગ્રહણ કરી શકત?
જોકે, તેમના આ વક્તવ્યથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ફડણવીસ સાચું બોલી રહ્યા હતા અને શરદ પવારે તેમની સાથે મોટી રમત કરીને રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવાનું કાવતરૂં ઘડ્યું હતું. શરદ પવારે જ સામેથી અજિત પવાર સાથેની સરકાર બનાવી અને તેનું પતન કરાવ્યું.
શરદ પવારે કહ્યું કે વહેલી સવારના શપથવિધિને કારણે રાજ્યમાંથી રાષ્ટ્રપતિશાસન ઊઠ્યું
RELATED ARTICLES