સંજય રાઉત સામેની કાર્યવાહી પર ટિપ્પણી કરવાનો શરદ પવારનો ઇનકાર

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

પતરા ચાલના પુનઃવિકાસમાં નાણાકીય અરાજકતા કરવાના આરોપમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની ગઈકાલે નવ કલાક સુધી પૂછપરછ કરવામાં આવ્યા બાદ અટકાયત કરવામાં આવી હતી. તેમને ઇડી ઓફિસ લાવવામાં આવ્યા હતા ત્યાં તેમની ફરીથી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ શિવસેનાએ ઉગ્ર પ્રત્યાઘાતો આપ્યા હતા. હાલ રાજકીય વર્તુળોમાં રાઉત ચર્ચાના કેન્દ્રમાં છે. સાંસદ અનિલ દેસાઈએ પણ કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગની ટીકા કરી છે જેને કારણે ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે. જ્યારે નવાઇની વાત એ છે કે એનસીપીના પ્રમુખ શરદ સવારે આ અંગે બોલવાનો ઇનકાર કર્યો છે.
મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની ગઠબંધનની સરકાર હતી. શિવસેનાના એકનાથ શિંદે જૂથના બળવા બાદ પણ એનસીપી અને કૉંગ્રેસે શિવસેનાને છેવટ સુધી સાથ આપવાનું જણાવ્યું હતું. હવે જ્યારે શિવસેનાના બહુબોલકા સાંસદ સંજય રાઉતની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે શરદ પવારે આ અંગે કોઇ પ્રતિક્રિયા નહીં દર્શાવતા રાજકીય વર્તુળોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. એનસીપીના બે નેતા નવાબ મલિક અને અનિલ દેશમુખ હાલમાં જેલમાં છે અને તેમની સામે પણ ખંડણી વસુલ કરવા, નાણાકીય ગેરરીતિઓ આચરવા અંગે તપાસ ચાલી રહી છે, એવા સમયે તેલ જોઇ તેલની ધાર જોઇ હાલમાં ચૂપ રહેવાનું જ શરદ પવારે મુનાસિબ સમજ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.