શ્રીલંકા સંકટને ટાંકીને સિનિયર પવારે કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મહારાષ્ટ્રના રાજકારણમાં હાઈ વોલ્ટેજ ડ્રામા ખતમ થવાનું નામ લેતો નથી. એકનાથ શિંદેએ બળવો કરીને ભાજપ સાથે સત્તા બનાવ્યા બાદ હવે એનસીપી શાબ્દિક પ્રહારો કરી રહી છે. એનસીપી પ્રમુખ શરદ પવારે શ્રીલંકાની સ્થિતિને ટાંકીને ફરી એક વાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે સત્તાનો દુરુપયોગ થાય તો તે ટકી શરતી નથી. આજે દેશમાં સત્તા ગણ્યાગાંઠ્યા ખાસ લોકોના હાથમાં આવી ગઈ છે તેથી જેવું એ લોકો ઈચ્છે છે તેમ દેશમાં સારા કામો થઈ રહ્યા છે. તેમના વિરોધમાં જે અવાજ કરે તેને દબાવી દેવામાં આવે છે. મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં આવી જ રીતે સરકાર પડવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં પણ શિવસેનાના કેટલાક લોકોને પોતાની બાજુ કરીને સરકાર પાડવાનું ષડયંત્ર કરવામાં આવ્યું.
સંસદ ભવન સામે વિરોધ પ્રદર્શન અને અનશન કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી શરદ પવારે નારાજી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે ભવનમાં જે વાત પર આંખ આડા કાન કરવામાં આવે તો સભ્ય મજબૂર થઈને સભાનો ત્યાગ કરે છે અને બહાર જઈને મહાત્મા ગાંધીની મૂર્તિ સામે ઊભા રહીને ઘરણા પ્રદર્શન કરે છે, પરંતુ કેન્દ્ર સરકારે હવે શાંતિપૂર્વર પોતાની માંગને લઈને કરવામાં આવતા વિરોધનો અધિકાર પણ છીનવી લીધો છે. આવતી કાલે આ વિશે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં નગરપાલિકાની ચૂંટણી શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને લડશે તો વોટ વહેંચાશે નહીં અને મતદાતાઓને પણ એક મજબૂત તાકાતને સમર્થન કરવાનો વિકલ્પ મળશે. હાલમાં સાથે મળીને વાતચીત કરવાની જરૂર છે. હાલમાં રાજ્યમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે પણ કામના નામે પ્રશાસન કંઈ કરી રહ્યું નથી. અહીં ખાલી બે લોકોની સરકાર છે. રાજ્યમાં સ્થિતિ ખતરનાક છે. જો કોઈ નવી સરકારે સારું કામ કર્યું હોત તો હું શુભેચ્છા આપત, પરંતુ પાછલી સરકારને નિર્ણયોને રદ કરવાનું કામ અને એવો દેખાવો કરવો કે ખૂબ જ મોટું કામ કર્યું છે એ ખોટું છે.

1 thought on “શ્રીલંકા સંકટને ટાંકીને સિનિયર પવારે કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર

  1. પાવર સાહેબ પાસે પૈસા ની ક્યાં કમી છે. આક્ષેપ કરવા કરતાં થોડા કરોડ મોકલી આપે ને. નકરું રાજકારણ રમે છે

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.