Homeઆમચી મુંબઈશરદ પવારને હોસ્પિટલમાંથી રજા મળી, ભુજબળ થયા દાખલ

શરદ પવારને હોસ્પિટલમાંથી રજા મળી, ભુજબળ થયા દાખલ

એનસીપી સુપ્રીમો શરદ પવારનું સ્વાસ્થ્ય બગડતાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. મળતી માહિતી અનુસાર 31 ઓક્ટોબરના દિવસે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્રણ દિવસની સારવાર બાદ તબિયતમાં સુધારો થતાં આજે એટલે કે સોમવારે તેમને રજા આપવામાં આવી છે.
એનસીપીના નેતા છગન ભુજબળને વાયરલ ઈન્ફેક્શન થતાં તેમને બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, તેમને આજે સાંજે જ રજા મળી જશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે શિરડીમાં પાર્ટીના કેમ્પમાં ભુજબળ હાજર રહ્યા હતાં, પરંતુ સોમવારે તેમની તબિયત ખરાબ થતાં બોમ્બે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. શરદ પવાર સારવાર દરમિયાન શિરડી પહોંચ્યા હતાં. ત્યાં ડોક્ટરોની ટીમ સાથે તેઓ પાર્ટી કેમ્પ માટે સ્પેશિયલ હેલિકોપ્ટરથી પહોંચીને સહભાગી થયા હતાં.

RELATED ARTICLES

Most Popular