શરદ પવારે NCPના તમામ વિભાગો અને સેલ વિખેરી નાખ્યા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહા વિકાસ અઘાડી (એમવીએ)સરકારના પતનના ત્રણ અઠવાડિયા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે તાત્કાલિક અસરથી પક્ષના એકમો અને સેલને તાત્કાલિક અસરથી વિખેરી નાખ્યા હોવાની માહિતી એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે આપી હતી. જોકે, આ પગલાનું કારણ જાણવા મળ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શરદ પવાર એનસીપીમાં નવા આવનારાઓને તક આપવાની તૈયારી કરી રહ્યા છે. આ કારણસર તમામ એકમ અને સેલને વિખેરી નાખવામાં આવ્યા છે.
એનસીપી મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેની શિવસેનાની આગેવાની હેઠળની ગઠબંધન સરકારનો ઘટક પક્ષ હતો. શિવસેનાના વિધાનસભ્યોના એક વર્ગ દ્વારા બળવાને કારણે ગઠબંધન સરકાર તૂટી ગઇ હતી. એમવીએ સરકારની રચનામાં શરદ પવારની ભૂમિકા હતી.
શિવસેનાએ ભાજપથી અલગ થઇ કૉંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી એ મહારાષ્ટ્રના રાજકારણની મોટી ઘટના હતી. બાળાસાહેબના સમયમાં શિવસેના કૉંગ્રેસ અને એનસીપી વિરુદ્ધ ઘણો અવાજ ઉઠાવતી હતી, જ્યારે ભાજપ તેમનો સાથી પક્ષ હતો. એવા સમયે ભાજપને છોડી કૉંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવવાના નિર્ણયે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.